પ્રાઈમ વોલીબોલ લીગ 2025: બેંગ્લુરુ ટોરપીડોઝ અમદાવાદ ડિફેન્ડર્સને હરાવી ફાઈનલમાં

Spread the love

હૈદ્રાબાદ

હૈદરાબાદના ગાચીબોવલી ઈન્ડોર સ્ટેડિયમમાં રમાયેલ આરઆર કાબેલ પ્રાઈમ વોલીબોલ લીગ પાવર્ડ બાય સ્કૈપિયાની સેમિફાઈનલ મેચમાં બેંગ્લુરુ ટોરપીડોઝ એ અમદાવાદ ડિફેન્ડર્સને 3-1 (10-15, 15-11, 15-13, 15-13) થી હરાવ્યું. હવે ફાઈનલમાં તેનો સામનો મુંબઈ મેટિયોર્સથી થશે. સંદીપ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો.


ટોરપીડોઝની ફાઈનલ મેચ રવિવારે 26 ઓક્ટોબર 2025નાં રોજ મુંબઈ મેટિયોર્સથી થશે.
બેંગ્લુરુએ જાલેન પેનરોઝના શાનદાર પ્રદર્શન સાથે શરૂઆત કરી હતી. સેથુ એ સર્વિસ લાઈનથી હરીફ ટીમની કસોટી કરી હતી. નંદગોપાલે અમદાવાદના વળતા પ્રહારનું નેતૃત્ત્વ કર્યું. અમદાવાદનાં ડિફેન્સે પોતાની પકડ મજબૂત કરી અને અંગમુથુ દ્વારા સેથુને બ્લોક કરવાથી ટીમને એક સુપર પોઈન્ટ હાંસલ કરવા સાથે લીડ મેળવવામાં મદદ મળી હતી.
પાછળ ચાલી રહેલ બેંગ્લુરુ એ મિડલ બ્લોકર મુજીબને સક્રિય રીતે આગળ વધાર્યો, જેના આક્રમક પ્રહારથી દબાણ ઘણાં અંશે ઓછું થયું. સેથુના સુપર સર્વ એ ગતિ બદલી અને પેનરોઝનાં ક્રૉસ બોડી સ્પાઈકથી બેંગ્લુરુએ રમતને બરાબરીએ લાવી દીધી હતી.
સેથુ હરીફ કોર્ટમાં નાના-નાના ગેપનો લાભ ઉઠાવતો રહ્યો, જ્યારે લિબરો મિથુનકુમારે બેક કોર્ટ પર સારું સેવ કર્યું. મુથુસામીની ચતુરાઈવાળી કેપ્ટન્સી અને મિ઼લથી રમવાને લીધે બેંગ્લુરુ પર દબાણ બનાવી રાખ્યું. પેનરોઝનાં સર્વિસ દબાણને કારણે ટોરપીડોઝ એ સુપર સર્વ થકી વધુ 2 પોઈન્ટ હાંસલ કર્યા. અમદાવાદની વળતી લડત છતાં જીષ્ણુ દ્વારા બત્સુરી પર લગાવેલ બ્લોક એ ટોરપીડોઝના રમત પર નિયંત્રણ મેળવવામાં મદદ કરી હતી.
અખિન વિરુદ્ધ જોએલ બેન્જામિનની ચતુરાઈપૂર્વકની રમતે ટોરપીડોઝને વધુ એક મહત્ત્વપૂર્ણ સમયે મદદ કરી હતી. સેટર સંદીપ એ શાનદાર પાસ કર્યા અને બેંગ્લુરુ એ બત્સુરીને સંપૂર્ણપણે અટકાવી દીધો હતો, જેથી મુથુસામી અપ્પાવુએ આક્રમણમાં વિકલ્પ શોધવા પડ્યા હતા. જીષ્ણુએ ફરી એકવાર બત્સુરી વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ બ્લોક કર્યું અને ટોરપીડોઝને એક સુપર પોઈન્ટ અપાવ્યો. જોએલના શાનદાર પ્રદર્શનનાં દમ પર બેંગ્લુરુએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *