અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડની લીગ મેચ ગાંધીનગર અને અડાલજમાં ગુજરાતની બેસ્ટ 12 જિલ્લાની ટીમો વચ્ચે તારીખ 27.10.2025થી શરૂ થઈ હતી.
ગાંધીનગરમાં રમાયેલી મેચમાં જામનગરે, ફહદ ખત્રી અને પવન રામાનુજ ના 1-1 ગોલની મદદથી દેવભૂમિ દ્વારિકાની ટીમ પર 2-1થી વિજય મેળવ્યો હતો.
આણંદની ટીમે મોયુદ્દીન, પ્રિયાન્સુ ચૌધરી અને ફૈજન ખાન બ્લોચ ના 1-1 ગોલથી રાજકોટ ને 3-1થી પરાજય આપ્યો હતો. રાજકોટના દીપ ગોહિલ દ્વારા 1 ગોલ કરાયો હતો અને હર્ષલ દાવડાને રેફ્રી દ્વારા 85 મી મિનિટે રેડ કાર્ડ બતાવાયું હતું.
ગાંધીનગરમાં ત્રીજી મેચમાં અમદાવાદે જય કાનાનીના 2 ગોલ, અક્ષય મલ, કિશનસિંગ, જૈનીશ રાણા અને વિશાલ પાંડે ના 1-1 ગોલ થી ભાવનગરને 6-0 થી મહાત આપી હતી.
અડાલજમાં રમાયેલી મેચમાં જુનાગઢની ટીમે પ્રતીક સ્વામિની હેટ્રીક (3 ગોલ) અને સ્વીકાર ચૌધરીના 2 ગોલની મદદથી પાટણની ટીમને 5-1થી મહાત આપી હતી પાટણના આદિત્ય પરમારે 1 ગોલ કર્યો હતો.
બીજી મેચ બરોડા અને ગાંધીનગરની ટીમો વચ્ચે 1-1 થી ડ્રૉ થઈ હતી. બરોડાના કેવિન જાદવ દ્વારા બીજી મિનિટે ગોલ કરાયો હતો, ગાંધીનગરના હર્ષ વાઘેલા દ્વારા પાંચમી મિનિટે પેનલ્ટી કીક દ્વારા ગોલ કરાયો હતો. ત્યાર બાદ બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરી શકી નહતી.
ત્રીજી મેચમાં પંચમહાલ અને છોટાઉદેપુરની ટીમો 1-1 ગોલ કરી બરાબરી પર રહી હતી. પંચમહાલના રોશન કુમાર બારિયા દ્વારા ગોલ તથા છોટાઉદેપુરના જૈત્વિક ગામીત દ્વારા ગોલ કરાયો હતો.
28.10.25એ ગાંધીનગરમાં જામનગર અને આણંદની ટીમ વચ્ચે, રાજકોટ અને દેવભૂમિ દ્વારિકાની ટીમ વચ્ચે, અમદાવાદ અને બરોડાની ટીમ વચ્ચે, જયારે અડાલજમાં ગાંધીનગર અને ભાવનગરની ટીમ વચ્ચે, જુનાગઢ અને પંચમહાલની ટીમ વચ્ચે, છોટાઉદેપુર અને પાટણની ટીમ વચ્ચે મેચ રમાશે.
સેક્રેટરી
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન
