અમદાવાદમાં 34મી જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપમાં દેશના 4600 શૂટર્સ ભાગ લેશે

Spread the love

ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે :- નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ) ખાતે સ્પર્ધાનું આયોજન

અમદાવાદ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ) ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ (પિસ્ટલ ઇવેન્ટ્સ)નું ઉદ્ઘાટન કર્યું હતું.

31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના 4600થી વધુ શૂટરો ભાગ લેવાના છે. જેમાં જમ્મુ-કાશ્મીરથી લઈને આંદામાન-નિકોબાર સુધી અને ગુજરાતથી લઈ મણિપુર સુધીના ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરતા પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે, કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓનું નિર્માણ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં 10 મીટર, 25 મીટર અને 50 મીટર પિસ્ટલ ઇવેન્ટ્સનો સમાવેશ કરાયો છે જે ઓલિમ્પિક રમતોમાંની એક છે.

આ પ્રસંગે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર ઉપપ્રમુખ અજય પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, ધારાસભ્ય કૌશિક જૈન, ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના આયોજક સચિવ અતુલ બારોટ, જયેશ મોદી, ગગન નારંગ અને ઋષિરાજ બારોટ જેવા ખેલાડીઓ અને મોટી સંખ્યામાં શૂટરો તથા રાઇફલ એસોસિએશન સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *