અમદાવાદ ડીસ્ટ્રીક્ટ રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલમાં ચેમ્પિયન બનવાથી એક ડગલું  દૂર

Spread the love

ગાંધીનગર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ની સુપર લીગ સ્ટેજની ફાઇનલ રાઉન્ડ મેચ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ફૂટબોલ ગ્રાઉંન્ડ માં રમાઈ રહી છે ત્યારે આણંદ, અમદાવાદ અને જુનાગઢની ટીમો સુપર લીગ સ્ટેજના ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ છે.

આજે રમાયેલી મેચમાં અમદાવાદે આણંદની ટીમને 6-0 થી મહાત આપી છે. અમદાવાદના અમન શાહ, અક્ષય મલ, રોહીત ચાવડા, પ્રાદિસન મરીયાંદાસન, જય કણાની તથા વીશેષ પાંડે એ 1-1 ગોલ ફટકાર્યા હતા.

1.11.2025ના રોજ અમદાવાદ અને જુનાગઢની ટીમ વચ્ચે, 2.11.2025ના રોજ જુનાગઢ અને આણંદની ટીમ વચ્ચે  મેચ રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *