ભરચક સ્ટેડિયમમાં પ્રેક્ષકો ટીમને પ્રોત્સાહિત કરે તો ભારત AFC U-17 એશિયન કપ ફૂટબોલ ક્વોલિફાયરમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકેઃ ભારતીય કોચ

Spread the love

AFC U-17 એશિયન કપ 2026 ક્વોલિફાયર – ગ્રુપ D | 22–30 નવેમ્બર 2025 | એકા એરેના ટ્રાન્સસ્ટેડિયા પર યોજાશે

અમદાવાદ

ઘરઆંગણે મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહી ચિયર અપ કરે તો ભારતીય ટીમ AFC U-17 એશિયન કપ 2026 ક્વોલિફાયરના ગ્રુપ Dમાં સારો દેખાવ કરવા સક્ષણ છે, એમ ભારતીય અંડર-17 ફૂટબોલ ટીમના મુખ્ય કોચ બિબિયાનો ફર્નાન્ડિસે આજે અમદાવાદમાં 22 થી 30 નવેમ્બર 2025 દરમિયાન એકા એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે AFC U-17 એશિયન કપ 2026 ક્વોલિફાયરના ગ્રુપ Dના પ્રારંભ પૂર્વે ભારતીય ટીમની સ્પર્ધા માટેની તૈયારી સંદર્ભે જણાવ્યું હતું.  આયોજન કરીને વૈશ્વિક ફૂટબોલમાં કેન્દ્રસ્થાને આવવા માટે તૈયાર છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે સત્તાવાર યજમાન તરીકે ભારત ઉપરાંત ચીન, થાઇલેન્ડ, જોર્ડન અને વિયેતનામ જેવા વૈશ્વિક રમતગમત સ્થળો સાથે જોડાય છે.

ટીમના મુખ્ય કોચે વધુમાં કહ્યું હતું કે ટીમ પ્રતિસ્પર્ધી ટીમોને જોઈને એ મુજબ તેની રણનીતિ બનાવશે. ટીમના કયા નબળા પાસા પર કામ કરાઈ રહ્યું છે તે કહેવાનો ઈનકાર કરતા ફર્નાન્ડિસે જણાવ્યું કે અત્યારથી ટીમના મજબૂત-નબળા પાસા પર વાત કરવી યોગ્ય નથી. ટીમ તમામ તાકાત સાથે મેદાન પર વિજયના લક્ષ્યાંક સાથે ઊતરશે.

આ સ્પર્ધામાં ભારત, ઈરાન, પેલેસ્ટાઇન, લેબનોન અને ચાઇનીઝ તાઈપેઈ વચ્ચે તીવ્ર ટક્કર થશે, જેમાં 22, 24, 26, 28 અને 30 તારીખે સાંજે 4:30 અને 7:30 વાગ્યે બે મેચ યોજાશે.

ગુજરાત માટે ગર્વનીવાતઃ પરિમલ નથવાણી

“આવી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતી ટુર્નામેન્ટનું આયોજન કરવું ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે. અમદાવાદે મુખ્ય રમતગમત કાર્યક્રમો માટે સક્ષમ યજમાન તરીકે પોતાને સાબિત કર્યું છે, અને હવે ફૂટબોલ સ્પોટલાઇટ લે છે. AFC U-17 ક્વોલિફાયર આપણા રાજ્ય અને દેશભરના અસંખ્ય યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે.”એમ GSFAના પ્રમુખ પરિમલ નથવાણી તેમના સ્પર્ધા અંગે તેમના સંદેશમાં જણાવ્યું હતું.

સ્પર્ધાની વિગતો

તારીખ ૨૨, ૨૪ ૨૬, ૨૮ અને ૩૦ નવેમ્બર ૨૦૨૫

સ્થળ એકા એરેના ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ

ટીમ ભારત, ઈરાન, પેલેસ્ટાઇન, લેબનોન, ચાઇનીઝ તાઇપેઈ

મેચનો સમય સાંજે ૪:૩૦ અને સાંજે ૭:૩૦

ટીમનું ભારત આગમન – ૧ નવેમ્બર ૨૦૨૫; અન્ય ટીમો – ૨૦ નવેમ્બર ૨૦૨૫

પ્રેક્ટિસ સ્થળો: અદાણી ગ્રાઉન્ડ, શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડ, એસઆરપી ગ્રાઉન્ડ, એસએજી નિકોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *