અંડર-13 અને અંડર-15 કેટેગરીની સ્પર્ધાનો પ્રારંભઃ ચેમ્પિયન ટીમો AIFFની યૂથ લીગ માટે ક્વોલિફાય થશે
વડોદરા/અમદાવાદ/આણંદ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026નો પ્રારંભ થયો છે. અંડર-13 અને અંડર-15 કેટેગરીના મુકાબલા આજથી શરૂ થયા છે. ત્રણેય કેટેગરીની ચેમ્પિયન ટીમોને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત યૂથ લીગમાં રમવા માટે ક્વોલિફાય થવાની તક મળશે.
આ વર્ષની યૂથ લીગ ચેમ્પિયનશિપમાં ગુજરાતની નામાંકિત ક્લબો મોટી સંખ્યામાં ભાગ લઈ રહી છે. અંડર-13માં 23, અંડર-15માં 23 અને અંડર-17માં 14 સહિત કુલ 60 ક્લબો મેદાનમાં ઉતર્યા છે. GSFAના જણાવ્યા મુજબ, આટલી મોટી સંખ્યામાં ક્લબોની ભાગીદારી ગુજરાતની યુવા ફૂટબોલ માટે નોંધપાત્ર અને અત્યાર સુધીની રેકોર્ડ ભાગીદારી છે.
અંડર-13 કેટેગરીમાં લીવે સ્પોર્ટ્સ, નવરચના સ્પોર્ટ્સ એકેડેમી, ફ્લોરી સોકર એકેડેમી, કહાની એફસી, બરોડા એફએ, બીએફએ યુનાઇટેડ, બ્લૂ ટાઈગર એફસી, સેવી સ્વરાજ એફસી, રેન્જર્સ એફસી, એસએજી એફસી, બીએસપીએફએ સુરત, સીવીએમ એફસી, એઆરએ એફસી, કર્ણાવતી એફસી, ઓએમએમ એફસી, સૂર્યવંશી એફસી, ગાંધીનગર એફસી, શાર્પ શૂટર એફસી, એસજીવીપી એફસી, રાઈઝિંગ સ્ટાર એફએ, અનસ્ટોપેબલ એફસી, માસ્ટર એફસી અને એસજીવીપી એફએની ટીમો ભાગ લઈ રહી છે.
અંડર-15માં લીવે સ્પોર્ટ્સ, નવરચના સ્પોર્ટ્સ એકેડેમી, ફ્લોરી સોકર એકેડેમી, બરોડા એફએ, બ્લૂ ટાઈગર એફસી, સિગનસ સ્પોર્ટ્સ એકેડેમી, રેન્જર્સ એફસી, અમદાવાદ યુનાઈટેડ એફસી, સેવી સ્વરાજ એફસી, એસએજી એફસી, એનસીડી એફસી, સીવીએમ એફસી, એઆરએ એફસી, કર્ણાવતી એફસી, કાસા એફસી, વાયસીસી રાજકોટ, ગાંધીનગર એફસી, એસકે યુનાઈટેડ એફસી, શાર્પ શૂટર એફસી, એસજીવીપી એફસી, અનસ્ટોપેબલ એફસી, માસ્ટર એફસી અને એસજીવીપી એફએ સામેલ છે.
વડોદરામાં રમાયેલી મેચોમાં રાઈઝિંગ સ્ટાર એફએએ નવરચના એસએને 5-3, બીએસપીએફએ સુરતે એસએજી એફએને 4-0, બરોડા એફએએ સૂર્યવંશી એફસીને 14-0 અને માસ્ટર એફસીએ રેન્જર્સ એફએને 3-0થી હરાવ્યા હતા.
અમદાવાદમાં એઆરએ એફસીએ કર્ણાવતી એફસીને 12-0, શાર્પ શૂટર એફસીએ ઓએમએમ એફસીને 2-0, સેવી સ્વરાજ એફસીએ બ્લૂ ટાઈગર એફસીને 6-0 અને કહાની એફસીએ ફ્લોરી એસએને 4-0થી પરાજય આપ્યો હતો.
આણંદ ખાતે રમાયેલી અંડર-15ની મેચોમાં બરોડા એફએએ અનસ્ટોપેબલ એફસીને 27-0થી, માસ્ટર એફસીએ કાસા એફસીને 7-0, એનસીડી એફસીએ રેન્જર્સ એફએને 3-0 અને સીવીએમ એફસીએ કર્ણાવતી એફસીને 6-0થી હરાવી હતી. જ્યારે એસએજી એફએ અને સિગનસ એસએ વચ્ચેનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો.
પ્રથમ દિવસે 17 મુકાબલા
- કુલ ક્લબો: 60
- અંડર-13: 23 ક્લબ
- અંડર-15: 23 ક્લબ
- અંડર-17: 14 ક્લબ
- આજના કુલ મુકાબલા: 17
- ક્વોલિફિકેશન: ત્રણેય કેટેગરીની ચેમ્પિયન ટીમોને AIFF યૂથ લીગમાં રમવાની તક મળશે.
