ગુજરાત સ્ટેટ ફૂટબોલ: મંગળવારે અમદાવાદ અને બરોડા વચ્ચે ફાઇનલનો મહાસંગ્રામ

35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં અમદાવાદે આણંદને 7-0 અને બરોડાએ ગાંધીનગરને 4-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી–2026 અંતર્ગત જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ફાઇનલની બંને ટીમો નક્કી થઈ ગઈ છે. સોમવારે રમાયેલી સેમિફાઇનલમાં અમદાવાદ અને બરોડાની ટીમોએ શાનદાર જીત નોંધાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું…

35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી : રાજકોટ, અમદાવાદ અને આણંદ ક્વાર્ટર ફાઇનલમાં, જામનગર-પાટણ-કચ્છની જંગી જીત

ગાંધીનગરમાં ચાલી રહેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં રોમાંચક મુકાબલાઓ; બાકીની પાંચ ક્વાર્ટર ફાઇનલિસ્ટ ટીમોનો નિર્ણય 25 જુલાઈએ થશે. ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી–2026 જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજના મુકાબલાઓ રોમાંચક બની રહ્યા છે. રાજ્યના 23 જિલ્લાઓની ટીમો વચ્ચે…

35મી બલરામ ક્ષેત્રીય મેમોરિયલ ટ્રોફીમાં મહેસાણા, રાજકોટ, આણંદ, મહીસાગર અને અમદાવાદનો વિજયી પ્રારંભ

ગાંધીનગરમાં રમાઈ રહેલી જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં 23 જિલ્લાની ટીમો વચ્ચે રસાકસી; નેશનલ કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પર સૌની નજર ગાંધીનગરગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના આયોજન હેઠળ ગાંધીનગરમાં 35મી બલરામ ક્ષેત્રીય મેમોરિયલ ટ્રોફી–2026 અંતર્ગત જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનું રોમાંચક આયોજન ચાલી રહ્યું છે. રાજ્યના 23 જિલ્લાની ટીમો આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભાગ લઈ…

જૂનિયર ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરમાં પ્રારંભ

35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં ગુજરાતના 23 જિલ્લાની ટીમો આમને-સામને; નેશનલ કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ થશે ગાંધીનગર ફિફા વર્લ્ડ કપના રોમાંચક સમાપન બાદ હવે ગુજરાતમાં ફૂટબોલનો જુસ્સો જોવા મળી રહ્યો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી-2026 અંતર્ગત જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે ભવ્ય પ્રારંભ થશે….

જીએસએફએ: 42મી રિલાયન્સ કપ સિનિયરમેન્સ ઈન્ટર-ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ

28 જિલ્લાની ટીમો ભાગ લેશે: પીડીઈયુ,ગાંધીનગર અને એસએજી, નિકોલ ખાતે મુકાબલા યોજાશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિયેશન (જી.એસ.એફ.એ.) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઈન્ટરડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટની 42મી આવૃત્તિનો પ્રારંભ થયો છે, જે ગુજરાતભરમાં ટોચની ફૂટબોલ પ્રતિભાને ઝળકાવનારી સીમાચિહ્નરૂપ ઈવેન્ટ બની રહી છે. આ ટૂર્નામેન્ટનો ગઈકાલ 15 સપ્ટેમ્બરથી ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઈ.યુ.) ફૂટબોલ ગ્રાઉન્ડ તથા…

જીએસએફએ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપનો આજથી વડોદરા સમા સ્પોર્ટ્સ ઇન્ડોર હોલ ખાતે પ્રારંભ

-વડોદરા  ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા સતત ચોથા વર્ષે ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપ – 2024નું આયોજન કરવામાં આવ્યું છે. 25 મે થી 31 મે, 2023 દરમિયાન વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ ઇન્ડોર હોલમાં ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને રાજકોટમાંથી પુરુષોના વિભાગમાં કુલ 15 ક્લબ અને મહિલાઓના વિભાગમાં કુલ 4 ક્લબ ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટ ફોર્મેટમાં રમાશે. મેચોનું સવારે 7 થી સાંજે 6 વાગ્યા…