અરાવલી, સુરેન્દ્રનગર, ભરુચ, ભાવનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારિકા નોકઆઉટમાં

Spread the love

રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 : ક્વોલિફાયર રાઉન્ડમાં છ ટીમોએ નોકઆઉટમાં સ્થાન મેળવ્યું

ગાંધીનગર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વોલિફાયર રાઉન્ડમાં રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ગાંધીનગર ખાતે 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાઈ રહેલા ક્વોલિફાયર રાઉન્ડમાં ભાગ લેનારી 18 ટીમોમાંથી અરાવલી, સુરેન્દ્રનગર, ભરુચ, ભાવનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારિકાની ટીમોએ નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.

કચ્છનો તાપી સામે 6-1થી વિજય

આજના ક્વોલિફાયર મુકાબલામાં કચ્છની ટીમે તાપી સામે શાનદાર પ્રદર્શન કરતા 6-1થી વિજય મેળવ્યો હતો. કચ્છ તરફથી લીકિતે બે ગોલ નોંધાવ્યા હતા, જ્યારે નરેન્દ્ર, મૈથિલ, આદેશ અને ભાવસિંહે એક-એક ગોલ કરીને ટીમને એકતરફી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે કચ્છે નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન નિશ્ચિત કર્યું છે.

અન્ય એક રોમાંચક મુકાબલામાં દેવભૂમિ દ્વારિકાએ દાહોદને 5-3થી હરાવ્યું હતું. દેવભૂમિ દ્વારિકા તરફથી ચિરાગ જેઠવાએ બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે ઇસ્લામ, રુદ્રકુમાર અને આર્યરજે એક-એક ગોલ નોંધાવી ટીમને નોકઆઉટમાં પહોંચાડી હતી.

આજના અન્ય ક્વોલિફાયર મુકાબલામાં પણ એક ટીમે 6-1ના માર્જિનથી વિજય મેળવ્યો હતો. ક્વોલિફાયર રાઉન્ડમાં ટીમોના પ્રદર્શન સાથે નોકઆઉટ તબક્કાની સ્પર્ધા વધુ રસપ્રદ બની છે.

નોકઆઉટમાં મુકાબલા
અરાવલી સામે સુરેન્દ્રનગર
ભરૂચ સામે ભાવનગર
કચ્છ સામે દેવભૂમિ દ્વારિકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *