જામનગર રમતગમત મહાકુંભ–2026માં વેટરન ફૂટબોલર્સ ક્લબ ચેમ્પિયન

સરેરાશ 49 વર્ષની ઉંમરના ખેલાડીઓએ 22થી 23 વર્ષના યુવાનોને આપી ટક્કર; રોમાંચક ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટથી 2–1થી મેળવી શાનદાર જીત જામનગર: ગુજરાતમાં 11મા ગુજરાત રમતગમત મહાકુંભ–2026 અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ રમતોની સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ત્યારે જામનગર જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં વેટરન ફૂટબોલર્સ ક્લબ જામનગર (VFC જામનગર)એ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે….

રિલાયન્સ કપમાં અમદાવાદનો 16-0થી ધમાકેદાર વિજય, વડોદરા અને જૂનાગઢની પણ શાનદાર જીત

ગાંધીનગર-જામનગર વચ્ચે પોઇન્ટ્સ સમાન, ગોલ એવરેજના આધારે ગાંધીનગર આગળ; સુપર લીગ તબક્કામાં ટીમો વચ્ચે રોમાંચક ટક્કર ગાંધીનગરગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાનો પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટના આ તબક્કામાં રાજ્યની વિવિધ જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતની નેશનલ…

અરાવલી, સુરેન્દ્રનગર, ભરુચ, ભાવનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારિકા નોકઆઉટમાં

રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 : ક્વોલિફાયર રાઉન્ડમાં છ ટીમોએ નોકઆઉટમાં સ્થાન મેળવ્યું ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વોલિફાયર રાઉન્ડમાં રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ગાંધીનગર ખાતે 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાઈ રહેલા ક્વોલિફાયર રાઉન્ડમાં ભાગ લેનારી 18 ટીમોમાંથી…

સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર સેમિફાઇનલમાં

ક્વાર્ટર ફાઇનલમાં વડોદરાની કચ્છ સામે 11-1થી ધમાકેદાર જીત, અમદાવાદે ભાવનગરને 7-1થી હરાવ્યું ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 ગાંધીનગર ખાતે ચાલી રહી છે. ટુર્નામેન્ટમાં આજે રમાયેલી ક્વાર્ટર ફાઇનલની ચારેય મેચમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. શાનદાર પ્રદર્શન સાથે વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરની ટીમોએ સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું…