રિલાયન્સ કપ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલમાં ભાવનગરનો દબદબો, ડાંગને 13-2થી હરાવ્યું

માનવેન્દ્ર સિંહના 8 ગોલથી ભાવનગરનો શાનદાર વિજય; નવસારી અને સાબરકાંઠાએ પણ જીત નોંધાવી ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વાલિફાયર રાઉન્ડની મેચો ગાંધીનગર ખાતે રમાઈ રહી છે. 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ ક્વાલિફાયર રાઉન્ડમાં રાજ્યની 18 જિલ્લા ટીમો ભાગ લઈ રહી છે….

રિલાયન્સ કપમાં ભાવનગરનો ધમાકેદાર વિજય, કચ્છ અને દેવભૂમિ દ્વારકાની પણ જીત

ક્વાલિફાયર રાઉન્ડમાં ભાવનગરએ વલસાડને 6-2થી હરાવ્યું; કચ્છે નવસારીને 3-0 અને દેવભૂમિ દ્વારકાએ સાબરકાંઠાને 2-0થી માત આપી ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજનો ક્વાલિફાયર રાઉન્ડ ગાંધીનગર ખાતે 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાઈ રહ્યો છે. ક્વાલિફાયર રાઉન્ડમાં 18 જિલ્લા ટીમો ભાગ લઈ રહી છે, જેમને…

રિલાયન્સ કપ 2026: અરાવલી, સુરેન્દ્રનગર અને ભરૂચની ટીમો નોકઆઉટમાં

સુરેન્દ્રનગરે સુરતને 3-0થી હરાવ્યું, અરાવલીએ મહેસાણાને 2-1થી માત આપી ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વોલિફાયર રાઉન્ડમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. ગાંધીનગર ખાતે 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલી સ્પર્ધામાં આજે સુરેન્દ્રનગર અને અરાવલીની ટીમોએ મહત્વની જીત નોંધાવી નોકઆઉટ તબક્કામાં પ્રવેશ મેળવ્યો…

રિલાયન્સ કપમાં અરાવલીનો અમરેલી સામે 6-1થી વિજય

સુરેન્દ્રનગરે ખેડાને 3-0થી હરાવ્યું, ભરુચે ગીર સોમનાથ સામે 13-0થી એકતરફી વિજય નોંધાવ્યો ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વાલિફાયર રાઉન્ડમાં ગાંધીનગર ખાતે મુકાબલાઓ રમાઈ રહ્યા છે. 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા આ ક્વાલિફાયર રાઉન્ડમાં 18 ટીમો ભાગ લઈ રહી છે, જેને છ…

રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરમાં પ્રારંભ

મહેસાણાએ અમરેલીને 5-2થી હરાવ્યું, સુરતે ખેડાને 4-0થી અને ભરૂચે બોટાદને 15-0થી પરાજય આપ્યો ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વોલિફાયર રાઉન્ડનો ગાંધીનગર ખાતે પ્રારંભ થયો છે. ક્વોલિફાયર રાઉન્ડની મેચો 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. પ્રથમ દિવસે મહેસાણા, સુરત અને ભરૂચની ટીમોએ પોતાના મુકાબલામાં…

ગુજરાતના મેચ કમિશનરો માટે FIFA કન્સલ્ટન્ટના માર્ગદર્શન હેઠળ સેમિનાર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સેમિનારમાં મેચ સંચાલન અને ફૂટબોલ વિકાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ગુજરાત સુપર લીગ-3 અંતર્ગત એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતે ગુજરાતના મેચ કમિશનરો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયેલી ફાઇનલ મેચના દિવસે આયોજિત આ સેમિનારમાં મેચનું…

સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ ગુજરાત સુપર લીગ-3માં ચેમ્પિયન

ફાઇનલમાં અમદાવાદ એવેન્જર્સને 3-1થી હરાવી સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે ખિતાબ જીત્યો; મુકેશ વર્માના બે ગોલથી ટીમની શાનદાર જીત અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3નો ફાઇનલ મુકાબલો અમદાવાદના એકા એરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને અમદાવાદ એવેન્જર્સ વચ્ચે રમાયો હતો. ધીમા ધીમા વરસતા રિમઝિમ વરસાદ વચ્ચે રમાયેલી આ રોમાંચક ફાઇનલમાં સૌરાષ્ટ્ર…

ગુજરાત સુપર લીગ-3 : ફાઇનલમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને અમદાવાદ એવેન્જર્સ આમને-સામને

સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ 10 પોઇન્ટ સાથે પ્રથમ, અમદાવાદ એવેન્જર્સ 10 પોઇન્ટ સાથે બીજા ક્રમે; 13 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે એકા એરેના ખાતે ફાઇનલ મુકાબલો અમદાવાદ, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની રોમાંચક લીગ મેચો અમદાવાદના એકા એરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઈ રહી છે. લીગ તબક્કાના અંતે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ 10 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ…

ગુજરાત સુપર લીગ-3માં વડોદરા વોરિયર્સનો રોમાંચક વિજય, અમદાવાદ એવેન્જર્સે સુરતને 1-0થી હરાવ્યું

હિમાંશુ જાંગરાના બે ગોલથી વડોદરાએ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સને 3-2થી હરાવ્યું; આબિદ દારના ગોલથી અમદાવાદ એવેન્જર્સનો વિજય અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના એકા એરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઈ રહી છે. ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ 10 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં અગ્રેસર છે. અમદાવાદ એવેન્જર્સ પણ 10 પોઇન્ટ સાથે બીજા ક્રમે…

ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સનો ધમાકેદાર વિજય, અમદાવાદ એવેન્જર્સે ગાંધીનગર જાયન્ટ્સને હરાવ્યું

સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે કર્ણાવતી નાઇટ્સને 6-0થી કચડી, મુકેશ કુમારની હેટ્રિક; અમદાવાદ એવેન્જર્સે ગાંધીનગર જાયન્ટ્સ સામે 2-1થી રોમાંચક જીત મેળવી અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે આવેલા એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ પર રોમાંચક બની રહી છે. લીગમાં બુધવારે રમાયેલી બે મેચોમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે કર્ણાવતી નાઇટ્સને 6-0થી હરાવીને શાનદાર…

ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને વડોદરા વોરિયર્સની શાનદાર જીત

સૌરાષ્ટ્રે ગાંધીનગર જાયન્ટ્સને 2-0થી હરાવ્યું, વડોદરા વોરિયર્સે સુરત સ્ટ્રાઈકર્સ સામે 3-1થી મેળવી જીત; માનવીરસિંહ દેઓલનો બે ગોલ સાથે ચમકારો અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3માં સોમવારે રમાયેલી બે મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને વડોદરા વોરિયર્સે શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે ગાંધીનગર જાયન્ટ્સને 2-0થી હરાવીને પોઇન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત…

ગુજરાત સુપર લીગ-3માં કર્ણાવતી નાઇટ્સનો દબદબો, સુરત સ્ટ્રાઈકર્સને 3-1થી હરાવ્યું

પાર્થ દીવાનનો બે ગોલનો શાનદાર દેખાવ; રાહુલ રાવતના ગોલથી કર્ણાવતીની જીત મજબૂત બની અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3માં રવિવારે એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતે રમાયેલી બીજી મેચમાં કર્ણાવતી નાઇટ્સે સુરત સ્ટ્રાઈકર્સને 3-1થી હરાવી શાનદાર જીત નોંધાવી હતી. બંને ટીમો અગાઉની બે મેચમાં એક-એક જીત સાથે મેદાનમાં ઉતરી હતી…

સુરત સ્ટ્રાઈકર્સની જોરદાર વાપસી, ગાંધીનગર જાયન્ટ્સને 4-1થી હરાવ્યું

ગુજરાત સુપર લીગ-3માં પ્રથમ મેચની હાર બાદ સુરતની શાનદાર જીત; નંદકુમાર અને સિદ્ધાર્થ કોશીની બે-બે ગોલની મહત્વની ભૂમિકા અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઈ રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ સુરત સ્ટ્રાઈકર્સે જોરદાર વાપસી કરતાં ગાંધીનગર જાયન્ટ્સને 4-1થી પરાજય…

કર્ણાવતી નાઇટ્સનો રોમાંચક વિજય, વડોદરા વોરિયર્સને 2-1થી હરાવ્યું

વીસેશ પાંડેએ બે ગોલ ફટકારી ટીમને અપાવી જીત; શાનદાર ગોલકીપિંગ બદલ વિશાલ દુબે બન્યો જીતનો મહત્વનો હીરો અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયામાં રમાઈ રહી છે. આજે રમાયેલી પ્રથમ મેચમાં કર્ણાવતી નાઇટ્સે રોમાંચક મુકાબલામાં વડોદરા વોરિયર્સને 2-1થી હરાવી ટુર્નામેન્ટમાં પોતાના પ્રથમ પોઇન્ટ્સ મેળવ્યા હતા….

ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સનો દબદબો, સુરત સ્ટ્રાઈકર્સને 4-0થી હરાવ્યું

મુકેશ કુમાર અને આદિત્ય કોહલીના શાનદાર પ્રદર્શનથી સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સની એકતરફી જીત; આદિત્ય કોહલી મેન ઓફ ધ મેચ અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે શાનદાર પ્રદર્શન કરતા સુરત સ્ટ્રાઈકર્સને 4-0ના વિશાળ અંતરથી પરાજય આપ્યો હતો. શરૂઆતથી જ મેચ પર પકડ જમાવનાર સૌરાષ્ટ્રની ટીમે બોલ પઝેશન જાળવી રાખીને આક્રમક રમતનું…

અમદાવાદ એવેન્જર્સનો શાનદાર વિજય, ડિફેન્ડિંગ ચેમ્પિયન વડોદરા વોરિયર્સને 2-1થી હરાવ્યું

ગુજરાત સુપર લીગ સિઝન-3માં અમદાવાદ એવેન્જર્સે જીત સાથે શરૂઆત કરી, અંતિમ ક્ષણોમાં બશીદે નિર્ણાયક ગોલ કર્યો અમદાવાદ ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ સિઝન-3માં બીજા દિવસે રમાયેલી રોમાંચક મેચમાં અમદાવાદ એવેન્જર્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન વડોદરા વોરિયર્સ એફ.સી.ને 2-1થી હરાવી શાનદાર શરૂઆત કરી છે. બંને ટીમો વચ્ચેની મેચ અંતિમ ક્ષણ સુધી રોમાંચક રહી…

અમદાવાદ અને ગાંધીનગરની ટીમ ફાઇનલમાં, સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જોરદાર મુકાબલા

અમદાવાદે વડોદરાને 5-4થી અને ગાંધીનગરએ રાજકોટને 6-0થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં મંગળવારે રમાયેલી સેમિફાઇનલ મેચોમાં અમદાવાદ અને ગાંધીનગરની ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બંને સેમિફાઇનલમાં ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ-વડોદરા વચ્ચે રોમાંચક મુકાબલો પ્રથમ…

સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર સેમિફાઇનલમાં

ક્વાર્ટર ફાઇનલમાં વડોદરાની કચ્છ સામે 11-1થી ધમાકેદાર જીત, અમદાવાદે ભાવનગરને 7-1થી હરાવ્યું ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 ગાંધીનગર ખાતે ચાલી રહી છે. ટુર્નામેન્ટમાં આજે રમાયેલી ક્વાર્ટર ફાઇનલની ચારેય મેચમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. શાનદાર પ્રદર્શન સાથે વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરની ટીમોએ સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું…

ગુજરાત સુપર લીગ સીઝન-3નો 1 સપ્ટેમ્બરે ભવ્ય પ્રારંભ

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે ફૂટબોલના મહાકુંભનો પ્રારંભ; જી.એસ.એફ.એ.ની નવી ડિજિટલ એપ, સત્તાવાર જર્સી અને ટ્રોફીનું અનાવરણ અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) દ્વારા ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.)ની ત્રીજી સીઝનના પ્રારંભની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જી.એસ.એલ. સીઝન-3નો ભવ્ય પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે ટ્રાન્સસ્ટેડિયા એરેના, અમદાવાદ ખાતે યોજાશે. ગુજરાતમાં ફૂટબોલનું મજબૂત…

ગાંધીનગરમાં સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો શાનદાર પ્રારંભ

21 જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો, 2 સપ્ટેમ્બરે રમાશે ફાઇનલ; નેશનલ ટીમ કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ શરૂ ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો ગાંધીનગર ખાતે શાનદાર પ્રારંભ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓની પ્રતિભાશાળી સબ-જૂનિયર ખેલાડીઓની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને પોતાની…