વીસેશ પાંડેએ બે ગોલ ફટકારી ટીમને અપાવી જીત; શાનદાર ગોલકીપિંગ બદલ વિશાલ દુબે બન્યો જીતનો મહત્વનો હીરો
અમદાવાદ:
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયામાં રમાઈ રહી છે. આજે રમાયેલી પ્રથમ મેચમાં કર્ણાવતી નાઇટ્સે રોમાંચક મુકાબલામાં વડોદરા વોરિયર્સને 2-1થી હરાવી ટુર્નામેન્ટમાં પોતાના પ્રથમ પોઇન્ટ્સ મેળવ્યા હતા. બંને ટીમો પોતાની પ્રથમ મેચમાં પરાજયનો સામનો કરી ચૂકી હોવાથી જીત મેળવવા માટે શરૂઆતથી જ આક્રમક રમત જોવા મળી હતી.
વીસેશ પાંડેએ અપાવી પ્રથમ લીડ
મેચની 35મી મિનિટે વડોદરા વોરિયર્સના નંબર-7 ખેલાડી વીસેશ પાંડેએ પેનલ્ટી એરિયાની બહારથી શાનદાર કિક ફટકારીને ગોલ કર્યો હતો. આ ગોલ સાથે ટીમે 1-0ની લીડ મેળવી હતી. પ્રથમ હાફના અંત સુધી વડોદરા વોરિયર્સે આ લીડ જાળવી રાખી હતી.
બીજા હાફમાં વડોદરાના પ્રયાસો નિષ્ફળ
બીજા હાફમાં વડોદરા વોરિયર્સે પોતાની લીડ વધારવા માટે સતત આક્રમણ કર્યું હતું. જોકે કર્ણાવતી નાઇટ્સની ડિફેન્સ લાઇન અને ગોલકીપર વિશાલ દુબેએ શાનદાર પ્રદર્શન કરીને વડોદરાના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
વીસેશ પાંડેનો બીજો ગોલ
મેચની 68મી મિનિટે વીસેશ પાંડેએ ફરી એકવાર સુંદર પ્લેસિંગ દ્વારા ગોલ કરીને વડોદરા વોરિયર્સની લીડ 2-0 કરી હતી. પાંડેએ મેચમાં બે ગોલ નોંધાવી ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
85મી મિનિટે મનદીપસિંહ દેવોલનો ગોલ
મેચની 85મી મિનિટે વડોદરા વોરિયર્સના મનદીપસિંહ દેવોલે ગોલ કરીને ટીમને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગોલ બાદ સ્કોર 2-1 થયો હતો અને અંતિમ મિનિટોમાં મુકાબલો વધુ રોમાંચક બન્યો હતો.
વિશાલ દુબેની શાનદાર ગોલકીપિંગ
આખરી ક્ષણો સુધી વડોદરા વોરિયર્સે બરાબરીનો ગોલ કરવા માટે સતત પ્રયાસો કર્યા હતા. જોકે કર્ણાવતી નાઇટ્સના ગોલકીપર વિશાલ દુબેએ શાનદાર ગોલકીપિંગનું પ્રદર્શન કરીને વડોદરાના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. અંતે કર્ણાવતી નાઇટ્સે 2-1થી વિજય મેળવી ત્રણ પોઇન્ટ્સ પોતાના નામે કર્યા હતા.
વીસેશ પાંડે ‘મેન ઓફ ધ મેચ’
કર્ણાવતી નાઇટ્સના વીસેશ પાંડેને બે મહત્વપૂર્ણ ગોલ કરવા બદલ મેન ઓફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આગામી મેચો
આજની બીજી મેચમાં રાત્રે 9 વાગ્યે ગાંધીનગર જાયન્ટ્સ અને સુરત સ્ટ્રાઈકર્સ વચ્ચે મુકાબલો યોજાવાનો છે.
આવતીકાલે સાંજે 6:30 વાગ્યે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને અમદાવાદ એવેન્જર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે, જ્યારે રાત્રે 9 વાગ્યે સુરત સ્ટ્રાઈકર્સ અને કર્ણાવતી નાઇટ્સ વચ્ચે બીજી મેચ રમાશે.
