ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સનો ધમાકેદાર વિજય, અમદાવાદ એવેન્જર્સે ગાંધીનગર જાયન્ટ્સને હરાવ્યું

સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે કર્ણાવતી નાઇટ્સને 6-0થી કચડી, મુકેશ કુમારની હેટ્રિક; અમદાવાદ એવેન્જર્સે ગાંધીનગર જાયન્ટ્સ સામે 2-1થી રોમાંચક જીત મેળવી અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે આવેલા એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ પર રોમાંચક બની રહી છે. લીગમાં બુધવારે રમાયેલી બે મેચોમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે કર્ણાવતી નાઇટ્સને 6-0થી હરાવીને શાનદાર…

ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને વડોદરા વોરિયર્સની શાનદાર જીત

સૌરાષ્ટ્રે ગાંધીનગર જાયન્ટ્સને 2-0થી હરાવ્યું, વડોદરા વોરિયર્સે સુરત સ્ટ્રાઈકર્સ સામે 3-1થી મેળવી જીત; માનવીરસિંહ દેઓલનો બે ગોલ સાથે ચમકારો અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3માં સોમવારે રમાયેલી બે મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને વડોદરા વોરિયર્સે શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે ગાંધીનગર જાયન્ટ્સને 2-0થી હરાવીને પોઇન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત…

કર્ણાવતી નાઇટ્સનો રોમાંચક વિજય, વડોદરા વોરિયર્સને 2-1થી હરાવ્યું

વીસેશ પાંડેએ બે ગોલ ફટકારી ટીમને અપાવી જીત; શાનદાર ગોલકીપિંગ બદલ વિશાલ દુબે બન્યો જીતનો મહત્વનો હીરો અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયામાં રમાઈ રહી છે. આજે રમાયેલી પ્રથમ મેચમાં કર્ણાવતી નાઇટ્સે રોમાંચક મુકાબલામાં વડોદરા વોરિયર્સને 2-1થી હરાવી ટુર્નામેન્ટમાં પોતાના પ્રથમ પોઇન્ટ્સ મેળવ્યા હતા….

ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સનો દબદબો, સુરત સ્ટ્રાઈકર્સને 4-0થી હરાવ્યું

મુકેશ કુમાર અને આદિત્ય કોહલીના શાનદાર પ્રદર્શનથી સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સની એકતરફી જીત; આદિત્ય કોહલી મેન ઓફ ધ મેચ અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે શાનદાર પ્રદર્શન કરતા સુરત સ્ટ્રાઈકર્સને 4-0ના વિશાળ અંતરથી પરાજય આપ્યો હતો. શરૂઆતથી જ મેચ પર પકડ જમાવનાર સૌરાષ્ટ્રની ટીમે બોલ પઝેશન જાળવી રાખીને આક્રમક રમતનું…

ગુજરાત સુપર લીગ સીઝન-3નો 1 સપ્ટેમ્બરે ભવ્ય પ્રારંભ

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે ફૂટબોલના મહાકુંભનો પ્રારંભ; જી.એસ.એફ.એ.ની નવી ડિજિટલ એપ, સત્તાવાર જર્સી અને ટ્રોફીનું અનાવરણ અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) દ્વારા ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.)ની ત્રીજી સીઝનના પ્રારંભની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જી.એસ.એલ. સીઝન-3નો ભવ્ય પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે ટ્રાન્સસ્ટેડિયા એરેના, અમદાવાદ ખાતે યોજાશે. ગુજરાતમાં ફૂટબોલનું મજબૂત…