ફિલઝાહ ફાતીમાએ વિમેન્સ ટાઇટલ જાળવ્યું, મૌબોની ચેટરજીએ બે જુનિયર ખિતાબ જીત્યા

Spread the love

આણંદમાં યોજાયેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રોમાંચક ફાઇનલ્સ : રેહાંશ સિંઘવીએ સતત છઠ્ઠું ટાઇટલ જીત્યું

આણંદઃ

આણંદના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ્સમાં સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ વિમેન્સ ટાઇટલ જાળવી રાખ્યું હતું. તેણે અમદાવાદની ચોથા ક્રમની મૌબોની ચેટરજીને 4-0થી હરાવીને સતત બીજું વિમેન્સ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (GSTTA)ના નેજા હેઠળ આણંદ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા આયોજિત ચાર દિવસીય ટુર્નામેન્ટને રોટોમેગ અને અનુપમ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)નું સમર્થન મળ્યું હતું, જ્યારે સ્ટિગા (STIGA) ઇક્વિપમેન્ટ પાર્ટનર તરીકે જોડાયું હતું.

વિમેન્સ ફાઇનલમાં અનુભવી ફિલઝાહ ફાતીમા કાદરીએ શરૂઆતથી જ મેચ પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું. તેણે મૌબોની ચેટરજીને મેચમાં સેટ થવાની તક ન આપતાં 11-4, 11-8, 11-5 અને 11-8થી સતત ચાર ગેમ જીતીને 4-0થી વિજય મેળવ્યો હતો.

વિમેન્સ ફાઇનલમાં પરાજય બાદ મૌબોની ચેટરજીએ જુનિયર કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે અંડર-19 ગર્લ્સની ફાઇનલમાં અમદાવાદની ટોચની ક્રમાંકિત પ્રથા પવારને 4-2થી હરાવી હતી. ત્યારબાદ અંડર-17 ગર્લ્સ ફાઇનલમાં સુરતની સાતમા ક્રમાંકિત વિન્સી તન્નાને 3-0થી પરાજય આપીને મૌબોનીએ બે જુનિયર ટાઇટલ પોતાના નામે કર્યા હતા.

અંડર-15 ગર્લ્સ ફાઇનલમાં સુરતની પાંચમા ક્રમાંકિત નિયતી પાઠકે શરૂઆતની બે ગેમ ગુમાવ્યા બાદ જોરદાર વાપસી કરી હતી. તેણે અમદાવાદની બીજા ક્રમાંકિત ખનક શાહને 3-2થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.

અંડર-15 બોયઝમાં સુરતના બીજા ક્રમાંકિત રિયાન શાહે અમદાવાદના ટોચના ક્રમાંકિત અંશ ખમારને 3-2થી હરાવ્યો હતો. પાંચમી ગેમમાં રિયાને 11-2થી જીત મેળવીને મેચ પોતાના નામે કરી હતી.

અંડર-13 ગર્લ્સમાં સુરતની ટોચની ક્રમાંકિત ધિમહી કાબરાવાલાએ અમદાવાદની બીજા ક્રમાંકિત ઝિનાલી જે. પટેલને 3-0થી હરાવી ટાઇટલ જીત્યું હતું. અંડર-13 બોયઝમાં અમદાવાદના બીજા ક્રમાંકિત નક્ષ ન. પટેલે કચ્છના ચોથા ક્રમાંકિત ધ્રુવ ભાંભાણીને 3-0થી પરાજય આપ્યો હતો.

અંડર-11 ગર્લ્સમાં સુરતની ટોચની ક્રમાંકિત પ્રિશા પારેખે અમદાવાદની સાતમા ક્રમાંકિત વિહા રાઠોડને 3-1થી હરાવી હતી. જ્યારે અંડર-11 બોયઝમાં કચ્છના ટોચના ક્રમાંકિત રેહાંશ સિંઘવીએ સુરતના બીજા ક્રમાંકિત પનવ કેલ્લાને 3-0થી હરાવીને સતત છઠ્ઠી ટુર્નામેન્ટમાં છઠ્ઠું ટાઇટલ જીત્યું હતું.

અંડર-9 ગર્લ્સમાં અમદાવાદની ટોચની ક્રમાંકિત સુહાની હાંડાએ ત્રીજા ક્રમાંકની અનાયરા મણિયારને 3-0થી હરાવી હતી. અંડર-9 બોયઝમાં અમદાવાદના ટોચના ક્રમાંકિત સાયાંશ ક્રિસ્ટીએ સુરતના બીજા ક્રમાંકિત અહાન ગોયલને 3-0થી પરાજય આપ્યો હતો.

તમામ ફાઇનલ્સનાં પરિણામો

  • વિમેન્સ: ફિલઝાહ ફાતીમા કાદરી વિ. મૌબોની ચેટરજી — 4-0 (11-4, 11-8, 11-5, 11-8)
  • અંડર-19 ગર્લ્સ: મૌબોની ચેટરજી વિ. પ્રથા પવાર — 4-2 (5-11, 11-9, 11-7, 6-11, 11-8, 11-2)
  • અંડર-17 ગર્લ્સ: મૌબોની ચેટરજી વિ. વિન્સી તન્ના — 3-0 (11-6, 11-4, 11-8)
  • અંડર-15 ગર્લ્સ: નિયતી પાઠક વિ. ખનક શાહ — 3-2 (6-11, 3-11, 11-9, 11-8, 11-6)
  • અંડર-15 બોયઝ: રિયાન શાહ વિ. અંશ ખમાર — 3-2 (11-7, 11-9, 9-11, 15-17, 11-2)
  • અંડર-13 ગર્લ્સ: ધિમહી કાબરાવાલા વિ. ઝિનાલી જે. પટેલ — 3-0 (11-8, 11-6, 11-6)
  • અંડર-13 બોયઝ: નક્ષ ન. પટેલ વિ. ધ્રુવ ભાંભાણી — 3-0 (11-7, 13-11, 11-8)
  • અંડર-11 ગર્લ્સ: પ્રિશા પારેખ વિ. વિહા રાઠોડ — 3-1 (11-5, 8-11, 11-8, 11-6)
  • અંડર-11 બોયઝ: રેહાંશ સિંઘવી વિ. પનવ કેલ્લા — 3-0 (11-7, 11-7, 11-8)
  • અંડર-9 ગર્લ્સ: સુહાની હાંડા વિ. અનાયરા મણિયાર — 3-0 (11-9, 11-9, 11-7)
  • અંડર-9 બોયઝ: સાયાંશ ક્રિસ્ટી વિ. અહાન ગોયલ — 3-0 (11-5, 11-5, 12-10)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *