ધર્મેન્દ્રની તબિયત સ્થિર છતાં નાજુક, ઘરેથી જ સારવાર ચાલુ

Spread the love

મુંબઈ

બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને 12 દિવસ હોસ્પિટલમાં રહયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે ઘેર સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સ્થિર પરંતુ નાજુક હોવાનું જણાવાયું છે.

સલમાન, શાહરુખ, આમિર સહિત અનેક સિતારાઓ તેઓની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની ICUમાંથી બનાવેલો વીડિયો વાયરલ થતા હોસ્પિટલ સ્ટાફના એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે.

ધર્મેન્દ્રના દીકરા સની દેઓલ અને બોબી તેમજ પત્ની પ્રકાશ કૌર ઇચ્છતા હતા કે તેઓ હોસ્પિટલ કરતાં ઘરે વધુ આરામ અનુભવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *