દિલ્હી કાર બ્લાસ્ટના આતંકી ડૉ. ઉમર નબીનું પુલવામાનું ઘર જમિનદોસ્ત, ગામ લોકોએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Spread the love

દિલ્હીના લાલકિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ મુખ્ય આરોપી ડૉ. ઉમર નબીનું જામ્મુ-કાશ્મીરના પુલવામાના કોયિલ ગામનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. ગામના લોકોની પ્રતિક્રિયામાં ઘણા ચોંકાવનારા રહસ્યો બહાર આવ્યા છે

જમ્મુ

ગામલોકો કહે છેઉમર બહુ બોલતો નહતો, ઓછો મળતાવળો અને ઘરમાં જ નમાજ પઢતો

ગામના કરિયાણાના વેપારી મોહમ્મદ શફીએ જણાવ્યું કે, “જે રીતે અન્ય છોકરાઓ બજારમાં ફરે છે, તેમ તેને ક્યારેય નથી જોયો. તે પાંચેય વેળાની નમાજ ઘરમાં જ પઢતો અને લોકો સાથે બહુ ઓછી વાતચીત કરતો.”

સ્થાનિક બશીર અહમદે કહ્યું કે, “ગામના એક લાખ જેટલા લોકોમાંથી માત્ર 1500 જેટલા લોકો જ તેને ઓળખતા. ઉમર તો કદાચ આ 1500 લોકોને પણ નહિ ઓળખતો હોય.”

સાંકળી ગલીઓમાં ઉમરનું ઘરયુવાઓએ કહ્યું, ‘તપાસ થવી જોઈએ

ઉમરનાં ઘરે ઘણા લોકોની અવરજવર હતી. કેટલાક યુવાનોએ જણાવ્યું કે ઉમર ધાર્મિક સ્વભાવનો હતો. એક યુવાને કહ્યું, “પરિવારનો કોઈ માણસ આવું કરી શકે એવું લાગતું નથી. જો ઉમરે કર્યું હોય તો કડક તપાસ થવી જરૂરી છે.”

ધડાકામાં વપરાયેલી કારનાં ખરીદ-વેચાણ સાથે જોડાયેલા ત્રણ લોકો કસ્ટડીમાં

સૂત્રો મુજબ બ્લાસ્ટમાં વપરાયેલી કાર અંગે ત્રણ શખ્સોને પૂછપરછ માટે પકડી લેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ફોટો મામલે પણ સ્પષ્ટતા થઈ કે તે કાર પ્લંબર આમીર રશીદ મીરની નથી.

પરિવારમાં ઉમર જ કમાવવા વાળો હતો

ડૉ. ઉમરના પિતા ગુલામ નબીએ જણાવ્યું કે, તેમની નોકરી 2012માં છૂટી ગઈ હતી અને આખા પરિવાર માટે ઉમર જ કમાતો હતો. બીજો પુત્ર એમએ પાસ છે પરંતુ માત્ર પ્લંબિંગનું કામ કરે છે. પિતાએ કહ્યું કે ઉમર એકલો રહેવાનો શોખીન અને ઓછું બહાર નીકળતો.

કેટલીય એજન્સીઓ આવી, પરંતુ પૂછપરછ ફક્ત J&K પોલીસે કરી

પિતા અનુસાર ઉમરે શ્રીનગરના GMCમાંથી એમડી કર્યા બાદ અનંતનાગ GMCમાં સિનિયર રેસિડન્ટ તરીકે કામ કર્યું હતું. હાલ તે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર હતો.
તેની બે મહિના પહેલાં જ શ્રીનગરમાં સગાઈ થઈ હતી. બ્લાસ્ટ પછી પહેલી રેઈડ તેના સાસરામાં પાડવામાં આવી હતી.

ધડાકામાં ઉમરના શરીરના ભાગો ઉડી ગયા

બ્લાસ્ટ બાદ પોલીસને માત્ર એક પગનો અંગુઠો અને કારના ભાગોમાં ચિપકેલા માંસના ટુકડા જ મળ્યા. ડીએનએ ટેસ્ટથી પુષ્ટિ થઈ કે મૃતક ઉમર જ હતો. પોલીસ મુજબ તેના શરીરના ભાગો 250 ફૂટ સુધી ફેંકાયા જ્યારે કારના ભાગો 300–350 ફૂટ દૂર મળ્યા.

કારની પાછળની સીટ પર રાખેલી હતી વિસ્ફોટક ભરેલી મોટી બેગ

સીસીટીવી ફૂટેજ મુજબ કારની પાછળની સીટ પર મોટી બેગ નજરે પડી હતી જેમાં વિસ્ફોટક ભરેલા હોવાની શંકા છે. અધિકારીઓ કહે છે કે વિસ્ફોટક સફેદ રંગનાં કોથળા પેક હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *