ઈન્ટર સ્કૂલ અંડર-16 ક્રિકેટમાં હીરામણી સ્કૂલ સેમિફાઈનલમાં

Spread the love

હીરામણિ સ્કૂલનો 1 ઈનિંગ્સ ને આધારે વિજય

        તા.18-11-2025ના રોજ વિવેક નિકેતન ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાયેલી રીલાયન્સ ફાઉન્ડેશન ઈન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ (અન્ડર-16  90-90 ઓવર્સ)માં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતીં. વિદ્યાનગર સ્કૂલે પ્રથમ દાવમાં 69.2 ઓવરમાં 10 વિકેટે 119 રન કર્યા હતાં. જેમાં નીલ પુરાનીએ 23 ઓવરમાં 38 રન આપને 4 વિકેટ અને તવસ્ય ત્રિવેદીએ 11.2 ઓવરમાં 10 રન આપીને 3 વિકેટ લીધી હતી.

હીરામણિ સ્કૂલે81.3 ઓવરમાં 10 વિકેટે 231 રન કર્યા હતાં. જેમાં દ્રીત પટેલે 70 બોલમાં 43 રન કર્યા હતાં,નીલ પુરાનીએ 34 બોલમાં 40 રન કર્યા હતા અને આર્યન કંજવાનીએ 121 બોલમાં 30 રન કર્યા હતાં.

વિદ્યાનગર સ્કૂલે બીજા દાવમાં7.5 ઓવરમાં 3 વિકેટે 27 રન કર્યા હતાં. જેમાં કેવિન જનસારીએ 4 ઓવરમાં 7 રન આપીને 2 વિકેટ અને આર્યન ભરવાડે 3.5 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *