સીનિયર મેન્સ ક્લબ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં કર્ણાવતી  એફસીનો ગુજરાત પોલીસ સામે 1-0થી વિજય

Spread the love

અમદાવાદ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન  ના ફાઇનલ રાઉન્ડ.અંડર 13, અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2026. માં 07.12.25 ના રોજ રમાયેલી મેચ ના પરિણામ સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન  ના ફાઇનલ રાઉન્ડ માં કર્ણાવતી એફસી એ ગુજરાત પોલિસને 1-0 થી,  સી વી એમ એ સૂર્યવંશી એફસી ને 4-2 થી મહાત આપી હતી.  ઈન્કમ ટેક્સ અને દ્વિવેદી બ્રથર્સેની મૅચ 0-0 થી અને આર બી આઈ  અને ગોધરા ની મૅચ 1-1 થી ડ્રો થઈ હતી.

અંડર 13 બોયસ યૂથ લીગ 28.9.25 થી ચાલુ થઈ હતી. જુદા જુદા જિલ્લા ની કુલ 18 ટીમો અંડર 13 કેટેગરી માં ભાગ લઈ રહી છે. ARA અમદાવાદ ખાતે તારીખ 07.12.25 ના રોજ રમાયેલી મેચો માં માસ્ટર એફસી એ કિંગ સ્ટાર ને 3-0 થી,  બ્લૂ ટાઇગર એ ઓજ એફસી ને 1-0 થી,  નવરચના એ એન્ફિલ્ડ ટાઉન ને 3-0 થી, રેન્જર એફએ એ બીએસપીએફએ સુરત ne 2-0 થી મહાત આપી હતી.

ફ્લોરી  અને  બરોડા એફએ ની મૅચ 2-0 થી ડ્રો થઈ હતી.

અંડર 15 બોયસ યૂથ લીગ 21.9.25 થી ચાલુ થઈ હતી. જુદા જુદા જિલ્લા ની કુલ 21 ટીમો અંડર 15 કેટેગરી માં ભાગ લઈ રહી છે.

એઆરએ એફસી એ કિંગ સ્ટાર એસએ ને 3-0 થી, બીએસપીએફએ સુરતે કર્ણાવતી એફસી ને 10-0 થી,   મહાત આપી હતી, કહાની એ માસ્ટર એફ સી ને 14-1 થી, ઓજ એફ સી એ રેન્જર ને 3-0 થી, બરોડા એ સૂર્ય વંશી ને 4-1 થી મહાત આપી હતી.

અંડર 17 ની બોયસ યૂથ લીગ 17.9.25 થી ચાલુ થઈ છે. જુદા જુદા જિલ્લા ની કુલ 12 ટીમો અંડર 17 કેટેગરી માં ભાગ લઈ રહી છે.

એસએજી એફ એ સીવીએમ એફસી ને 2-1 થી, કહાની એ રેન્જર ને 13-0 થી, ઝેવિયર્સ એ માસ્ટર એફ સી ને 6-0 થી,  બરોડા એ કિંગ સ્ટાર એફએ ને 10-2 થી, એસજીવીપી એ સેવી સ્વરાજ ને 3-1 થી મહાત આપી હતી.

સાત ડિસેમ્બરના રોજ કુલ જુદી જુદી કેટેગરી જુદા જુદા શહેરો માં કુલ 28 મેચો રામાડવા મા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *