એનિમેશન અને વીએફએક્સ-ગેમ ડેવલપમેન્ટના બી. ડિઝાઈન પ્રોગ્રામ માટે જીએલએસ યુનિવર્નુંસિટી ઓસ્ટ્રેલિયાની એસએઈ ઈન્સ્ટિટ્યૂટ સાથે જોડાણ

Spread the love

વિશ્વના 20 દેશોમાં 47 કેમ્પસ ધરાવતી એસએઈ સાથે મળીને જીએલએસ દ્વારા યુનિવર્સિટી ચાર વર્ષનો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ દેશમાં પ્રથમ

અમદાવાદ

જીએલએસ યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની એસએઈ ઈન્સ્ટિટ્યૂટ સાથે ભારતમાં ક્રિએટિવ મીડિયાની ચળવળમાં મહત્વપૂર્ણ એવા એનિમેશન, વીએફએક્સ અને ગેમ ડેવલપમેન્ટ માટેના ચાર વર્ષના અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે જોડાણ કર્યું છે. આ પ્રકારનો દેશમાં આ પ્રથમ કોર્સ હશે. વિશ્વના 20 દેશમાં 47 કેમ્પસ ધરાવતી એસએઈ ઈન્સ્ટિટ્યૂટ સાથે મળીને જીએલએસ ધોરણ-12 પછી કરી શકાય એવો એક વધુ કોર્સ શરૂ કરશે.

પ્રેક્ટિકલ ટ્રેનિંગ

આ અંગે માહિતી આપતા જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાંવટીએ જણાવ્યું હતું કે, આવા કોર્સ માટે ભારતના વિદ્યાર્થીઓએ વિદેશ પર નજર નાખવી પડે છે અને ત્યાં એક વર્ષનો અંદાજિત ખર્ચ 20થી 30 લાખ સુધીનો હોય છે. જીએલએસ આ કોર્સ માટે 10 લાખથી ઓછી ફી રાખવાનો ધ્યેય રાખે છે. કોર્સમાં વિશ્વકક્ષાના અભ્યાસની સાથે પ્રેક્ટિલ ટ્રેનિંગ પર પણ ધ્યાન આપવામાં આવશે.

ધોરણ-12માં 60 ટકા માર્કસ-ઈન્ટર્વ્યુના આધારે પ્રવેશ

જીએલએસ યુનિવર્સિટીના એક્ટિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામને જાણીતા કલાકાર શરમન જોષી અને તારેં જમીન પર જેવી ફિલ્મ સહિતની અનેક ફિલ્મમાં વીએફએક્સ નિષ્ણાત ધિમંત વ્યાસની હાજરીમાં જીએલએસ અને એસએઈ વચ્ચે કરાર થયા હતા. ધોરણ-12માં 60 ટકાથી વધુ લાવનારા છાત્રોને ઈન્ટર્યુ બાદ પ્રોગ્રામમાં પ્રવેશ અપાશે.

ધર્મા પ્રોડક્શન સહિતની મોટી સંસ્થામાં તાલીમની તક

સુધીર નાણાંવટીએ જીએલએસમાં અભ્યાસ કરનારા છાત્રોને ધર્મા પ્રોડક્શન સહિત 1000 જેટલી મોટી અને જાણીતી સંસ્થાઓમાં ઈન્ટર્નશીપ કરવાની તક મળવા ઉપરાંત નોકરીની તક પણ ઉપલબ્ધ થશે. વિશ્વભરમાં વીએફએક્સ અને ગેમ ડિઝાઈનિંગનો વ્યાપ વધી રહ્યો હોઈ આ ક્ષેત્રે યુવાનોને વધુ સારી વ્યવસાયિક તકો છે અને તેમાં આ કોર્સ ખૂબજ ઉપયોગી નિવડશે.

દેશમાં જ ઉચ્ચકક્ષાનો અભ્યાસ

સુધીર નાણાંવટીએ જણાવ્યું હતું કે, આવા ઉચ્ચકક્ષાના અભ્યાસ માટે રાજ્ય-દેશના વિદ્યાર્થીઓએ ઈંગ્લેન્ડ, યુએસ કે ઓસ્ટ્રેલિયા જેવા દેશો પર આધાર રાખવો પડે છે. આ અભ્યાસ વધુ ખર્ચ ઉપરાંત પરિવારથી દૂર રહીને કરવો પડે છે. ખાસ કરીને વર્તમાન સ્થિતિને જોતા છોકરીઓ માટે આવા કોર્સ વધુ મુશ્કેલ હોય છે ત્યારે માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના વિદ્યાર્થીઓને પણ આ કોર્સનો લાભ મળશે.

ટ્રેનર્સ પણ તૈયાર કરાશે

ડૉ. ચાંદનીએ જણાવ્યું હતું કે આ કોર્સ માટે વિદેશી નિષ્ણાતો ઓન અને ઓફ લાઈન તો શિક્ષણ આપશે જ પણ જીએલએસ આ કોર્સ માટેના ટ્રેઈનર્સ પણ તૈયાર કરશે જેથી કોર્સના વ્યાપને વિસ્તારવામાં મદદ મળી શકે.

જીએલએસ સાથેનાં જોડાણથી રોમાંચિત છીએઃ જેના

નવીતાસના એજ્યુકેશન પાર્ટનરશીપ, કેરિયર એન્ડ ઈન્ડસ્ટ્રી ડિવિઝનના વડાં જેના સ્ચીલરે જીએલએસ સાથેના આ પ્રોગ્રામ અંગે કહ્યું હતું કે અમે આ જોડાણથી અત્યંત રોમાંચિત છીએ અને ઉચ્ચ કક્ષાની ટેકનિકથી ભારતના છાત્રોને તાલીમ આપવા પ્રતિબદ્ધ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *