અંડર-19 પ્લેઈંગ ગ્રુપ ક્રિકેટમાં ડીપીએસ બોપલ ચેમ્પિયન, વર્ષમાં ત્રીજું ટાઈટલ

Spread the love

અમદાવાદ
રિલાયન્સ ફાઉન્ડેશન (મલ્ટી-ડે) સ્કૂલ ટૂર્નામેન્ટ 2025–26 (પ્લેઇંગ ગ્રુપ)માં અંડર-19માં દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે પ્લેયર ઓફ ધ મેચ ધ્રુવ ખંડેલવાલના શાનદાર ઓલરાઉન્ડ દેખાવના જોરે માધવ એજ્યુકેશન કેમ્પસને છ વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. ડીપીએસના કોચ મિહિર કાપલિયાના માર્ગદર્શનમાં શાળાએ ચાલુ વર્ષે અંડર-14, અંડર-16 અને અંડર-19ની ટૂર્નામેન્ટ જીતી લીધી છે. ડીપીએસે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.


ટૂંકો સ્કોર
માધવ એજ્યુકેશન કેમ્પસ પ્રથમ ઇનિંગ્સમાં 183/10 (નિવ્ર પાંડવ 51,વાય. ચૌહાણ 45 રન, યુવરાજ નામદાર 5/66,માનવ ચૌધરી 2/21)

ડીપીએસ-બોપલની અંડર-19ની ચેમ્પિયન ટીમ

ડીપીએસ બોપલ -પ્રથમ ઇનિંગ્સ:– 264/10 (ધ્રુવ ખંડેલવાલ 242 બોલમાં 114 રન ( 21 બાઉન્ડ્રી અને 1 સિક્સર), યુવરાજ કપાડિયાએ 32,પ્રિયમ દવે 31 રન, દીવિત વૈભવ પ્રજાપતિ 74 રનમાં પાંચ વિકેટ)

યુવરાજ નામદાર

માધવ એજ્યુકેશન કેમ્પસ બીજી ઇનિંગ્સ- 170/10 (માનવ ચૌધરી 3/42, કનવ બલિયાન 3/40, ખંડેલવાલ 2/19)
બીજી ઇનિંગ્સ: ડીપીએસ બોપલ – 90/4 (ધ્રુવ ખંડેલવાલ 43, પ્રિયમ દવે 27 રન નો.આ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *