સબ જુનિયર્સ માટે ગુજરાત સ્ટેટ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025 

Spread the love

ગાંધીધામ

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (કેડીટીટીએ)ના ઉપક્રમે 27 અને 28મી ડિસેમ્બર 2025 દરમિયાન અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ગાંધીધામ ખાતે સબ જુનિયર્સ (અંડર-15) માટે ગુજરાત સ્ટેટ પ્રાઇઝમની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટમાં રાજ્યના મોખરાના આઠ બોયઝ અને ગર્લ્સ એલાઇટ ખેલાડીઓને ભાગ લેવા માટે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેના માટે કુલ ઇનામી રકમ 64 હજાર રૂપિયા રહેશે. દરેક કેટેગરીમાં ભાગ લેનારા આઠેય ખેલાડી પુરસ્કાર હાંસલ કરશે. આમ તેઓ સબ જુનિયર લેવલ પર અન્ય યુવાન ખેલાડીઓને પ્રેરિત કરશે.

પ્રથમ દિવસે ગ્રૂપ તબક્કામાં તીવ્ર હરિફાઈ જોવા મળી હતી. જ્યાં વિવિધ ખેલાડીઓએ નોકઆઉટમાં પ્રવેશવા માટે રોમાંચક રમત દાખવી હતી.

ટુર્નામેન્ટમાં ફેવરિટ ખેલાડીઓમાં મોખરાના ક્રમનો રાજકોટનો દેવ ભટ્ટ, અમદાવાદનો દ્વિજ ભાલોડિયા સામેલ છે, ગર્લ્સ કેટેગરીમં અમદાવાદની ફિઝા પવાર અને સુરતની ધિમહી કાબરાવાલા મજબૂત દાવેદાર છે. આ ઉપરાંત સ્થાનિક ખેલાડી ધ્રુવ ભાંબાણી પર પણ સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *