સિંધુભવન રોડ પર ગ્રાન્ડ ‘ GPC હોર્સ પરેડ’ સાથે પોલો ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ

Spread the love

પોલો રમત માં જોડાયેલા 30થી વધુ ઘોડાં, વિન્ટેજ કાર્સ અને સુપરકાર્સની ઝાંખીએ અમદાવાદને વારસાની ઝલક દર્શાવી

અમદાવાદ 

‘ગુજરાત પોલો ક્લબ ફાઉન્ડેશન’ દ્વારા આજે સિંધુભવન રોડ પર આયોજિત “ગુજરાત પોલો ક્લબ હોર્સ પરેડ”નું મહેમાનોની ઉપસ્થિતિમાં અને ગુજરાત પોલો ક્લબ (GPC)ના સભ્યોની હાજરીમાં આ પરેડનો ધ્વજ ફરકાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ પરેડ આવનારી ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’ નું સત્તાવાર કર્ટન-રેઇઝર બની રહી છે, જે 2 થી 4 જાન્યુઆરી, 2026 દરમિયાન શેલા સ્થિત ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. પોલોની આ પરેડમાં 30થી વધુ ભવ્ય પોલો ઘોડાં સાથે વિન્ટેજ કાર્સ, લક્ઝરી સુપરકાર્સ, સુપરબાઇક્સ અને સ્પોર્ટ્સ બાઇક્સની રોમાંચક ઝલક જોવા મળી. ડબલ-ડેક્કર ડી.જે. બસ, લાઇટ શો અને રાજકીય પોશાકમાં સજ્જ રાઇડર્સની ઉપસ્થિતિએ શહેરના વાતાવરણમાં ઉત્સવભર્યો માહોલ ઊભો કર્યો હતો. અદાણી ગ્રુપના સહયોગથી આયોજિત અમદાવાદ પોલો ટુર્નામેન્ટનું ધ્યેય ગુજરાતમાં પોલો  રમતને વાર્ષિક રમતોત્સવ તરીકે સ્થાપિત કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *