અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનીયર ક્લબ,અંડર 13,અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશીપ 2026 (સુપર લીગ)માં 25.12.25ના રોજ રમાયેલી મેચના રીઝલ્ટ સીનીયર ક્લબ ચેમ્પિયનશીપમાં માસ્ટર એફસી એ હરીશસિંહ બીસ્ટના 2 ગોલ અને એલનના 1 ગોલની મદદથી ઇન્કમ ટેક્ષને ૩-1 થી પરાજય આપ્યો હતો. ઇન્કમ ટેક્ષના બલરામે 1 ગોલ કર્યો હતો.

28.12.25ના રોજ રમાયેલી મેચના રીઝલ્ટ આરબીઆઈ એસસીના ક્રિષ્ના પાનસુરીયાના ૩ ગોલ, તેજ પરીખના 1 ગોલથી ઇન્કમ ટેક્ષ ને 4-0થી પરાજય આપ્યો હતો. દ્વિવેદી બ્રધર્સના મો-મોરીશ અને સૂર્યોદયના 1-1 ગોલથી કર્ણાવતી એફસીને 2-1થી હાર આપી હતી. કર્ણાવતીના ચિરંજીવ પાત્રાએ 1 ગોલ કર્યો હતો. માસ્ટર એફસીએ હરીશસિંહ બીસ્ટ અને રીતેશ પંડ્યાના 1-1 ગોલથી ગુજરાત પોલીસને 2-0થી પરાજય આપ્યો હતો. એઆરએ એફસી એ ટફેલના 1 ગોલથી સૂર્યવંશી એફસી ને 1 -0 થી હાર આપી હતી. સીવીએમ એફસી અને ગોધરા એફસીની મેચ 2-2 થી ડ્રો થઈ હતી.
અંડર 13 બોયસ યૂથ સુપર લીગમાં બરોડા એફએના રોહનીત નોહારના 2, હરેકીરાત સિંહ, વીર હાર્દિક, આર્યવંશ, પ્રીયાંસ અને દેવના 1-1 ગોલથી સીવીએમ ને 7-0 થી, ઓંજ એફસી એ ધ્યાનના 2, આરવના 1 ગોલથી બ્લુ ટાયગર એફસીને ૩-2થી પરાજય આપ્યો હતો બ્લૂ ટાયગરના શિવરાજ સિંહે 2 ગોલ ફટકાર્યા હતા. ગાંધીનગર એફસી એ પ્રન્સુંના 1 ગોલથી કહાની એફસીને 1-0 થી, એઆરએ એફસી એ મેઘ પટેલ ના 2 અને રિયાન પટેલના 1 ગોલથી ફ્લોરીને ૩-1થી હાર આપી હતી, ફ્લોરીના ધ્યાને 1 ગોલ કર્યો હતો. નવરચના એસએ અને બીએસપી એફએ સુરતની મેચ 1-1 થી ડ્રો થઈ હતી.
અંડર 15 બોયસ યૂથ લીગમાં એઆરએ એફસી એ સુભમ દાસના 1 ગોલથી સૂર્યવંશી એફસી ને 1-0 થી કહાની એફ સી એ ;ખુમાંનતેમ સુરજના ૩ ગોલ, પાર્વ નાયકના 2 ગોલની મદદથી ઓંજ એફ સી ને 5-0 થી, બરોડા એફ એ એ માસ્ટર એફ સી ને 11-1 થી પરાજય આપ્યો હતો.
અંડર 17 ના બોયસ યૂથ લીગમાં ઝેવીયસ યુનાઈટેડ એફ સી એ હિતાર્થ પટેલના 1 ગોલથી કહાની એફસીને 1-0 થી સેવી સ્વરાજ એફસી એ ચિત્રાશના 4 ગોલથી બરોડા એફએને 6-0થી, એસએજી એ બીદ્યુતજોય રેંગના 1 ગોલથી સીવીએમ એફસી ને 1-0 થી પરાજય આપ્યો હતો.
આ વીક એન્ડ માં કુલ જુદી જુદી કેટેગરી જુદા જુદા શહેરોમાં કુલ18 મેચો રામાડવામાં આવી હતી.
