અમદાવાદ
કેરળના ત્રિચુર ખાતે રમાયેલ 21મી નેશનલ ડેફ વન -ડે મેન્સ ક્રિકેટ કપ ચેમ્પિનશિપમાં ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફ ની ટીમ પંજાબની ટીમ ને ફાઇનલમાં 21 રનથી હરાવીને ચેમ્પિયન બની હતી, ગુજરાત ના 9 વિકેટે 196 રન ના જવાબમાં પંજાબની ટીમ 23.1 ઓવરમાં 172 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઈ હતી, ગુજરાત માટે બેટીંગમાં અભય પટેલે અણનમ 52 રન તથા કૃપાલસિંહ ચૌહાણે 28 રન નું યોગદાન આપ્યું હતું, બોલિંગમાં હરેશ વાળાએ 30 રનમાં ત્રણ અને મોહમ્મદહુસેન ખલીફાએ 32 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી, ચેમ્પિનશીપમાં પંજાબની ટીમ બીજા તથા તામિલનાડુ સ્પોર્ટ્સ કાઉન્સિલ ની ટીમ ત્રીજા સ્થાને રહી હતી.
ફાઇનલ સુધીની સફરમાં ગુજરાતે આંધ્રપ્રદેશ ને 71 રનથી, કેરળને પાંચ વિકેટથી, કર્ણાટકને 82 રનથી તથા સેમીફાઇનલમાં તામિલનાડુને ચાર વિકેટે પરાજ્ય આપ્યો હતો.
