અમદાવાદ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025-26માં રાજકોટ ખાતે 16.2.26ના રોજ રમાયેલી મેચમાં વલસાડે મેહુલ મંગેલાના 2 ગોલની મદદથી નવસારીની ટીમને 2-0થી હાર આપી હતી, બીજી મેચ મહેસાણા અને નવસારી વચ્ચે 0-0 થી ડ્રૉ થઈ હતી.
ત્રીજી મેચમાં સુરતે એલેક્સન પબીનના 2 ગોલની મદદથી બરોડાની ટીમને 2-0 થી પરાજય આપ્યો હતો, ચોથી મેચમાં ખેડાની ટીમે અયાન અને પઠાણ નોહારના 1-1 ગોલની મદદથી ગાંધીનગરને 2-0 થી હાર આપી હતી.
ગુજરાતના 19 જિલ્લાની ટીમો અંડર 20 ટોરેન્ટ પાવર કપ મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. બધી ટીમોને 6 ગ્રુપમાં વહેચવામાં આવી છે. પુલ ‘X’ માં A, B, C ગ્રુપ અને પુલ ‘Y’ માં D, E, F ગ્રુપની ટીમો છે. ગ્રુપ સ્ટેજની મેચ આજ થી ચાલુ થઈ છે. દરેક ગ્રુપ માં પ્રથમ આવેલી ટીમો અને સેકંડ બેસ્ટ ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઈનલ અને ફાઇનલ મેચ રમાશે.
તારીખ 17.2.26 ના રોજ વલસાડ અને મહેસાણા વચ્ચે, નવસારી અને ડાંગ વચ્ચે, સુરત અને ભાવનગર વચ્ચે, ગાંધીનગર અને જુનાગઢ વચ્ચે મેચ રમાશે.
આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની અંડર 20 નેશનલ ટીમના કેમ્પ માટે પ્લેયર્સનું સિલેકસન કરવામાં આવશે.
