રાજકોટ
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025-26માં 22.2.26 ના રોજ પુલ ‘Y’ નો ફર્સ્ટ ક્વાટર ફાઇનલ મેચમાં અમદાવાદે સાહિલ મંજૂરના 32મી મિનિટના એકમાત્ર ગોલથી સુરેન્દ્રનગરને 1-0 થી હાર આપી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી ક્વાટર ફાઇનલમાં આણંદે ભવ્ય ચૌધરી અને ચિત્રાંશના 1-1 ગોલની મદદથી ભરુચ પર 2-0 થી વિજય મેળવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તારીખ 23.2.26 ના રોજ ગ્રુપ ‘Y’ નો સેમી ફાઇનલ મેચ અમદાવાદ અને આણંદ વચ્ચે રમાશે.
ગ્રુપ ‘X’ માથી ખેડાની ટીમ પહેલાથી જ ફાઇનલમાં પહોચી ગઈ છે.
ગુજરાતના 19 જિલ્લાની ટીમો અંડર 20 ટોરેન્ટ પાવર કપ મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. બધી ટીમો ને 6 ગ્રુપ માં વહેચવામાં આવી છે. પુલ ‘X’ માં A, B, C ગ્રુપ અને પુલ ‘Y’ માં D, E, F ગ્રુપ ની ટીમો છે.
