કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં શુભેચ્છા કાર્યક્રમ

Spread the love

સ્થાનિક આગેવાનો, સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્નેહીજનોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

સુરત

૧૫૮-કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સંપૂર્ણ સ્વસ્થ થઈને સુરત પધારતા ગત રોજ કામરેજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય ‘શુભેચ્છા કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્રજ ગોકુલવાડી ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીની તંદુરસ્તીની કામના કરનારા હજારો કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

મોડી રાત સુધી કામરેજ વિધાનસભા વિસ્તારના નાગરિકો, શુભેચ્છકો અને ભાજપના પાયાના કાર્યકર્તાઓ મંત્રીશ્રીને મળવા અને તેમના ખબર-અંતર પૂછવા ઉમટી પડ્યા હતા. લાંબી માંદગી બાદ સ્વસ્થ થઈને પરત ફરેલા લોકપ્રિય નેતાને જોઈ કાર્યકર્તાઓએ ઉત્સાહ સાથે વધાવ્યા હતા.

કાર્યક્રમમાં ઉમટી પડેલા સ્થાનિક આગેવાનો, સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્નેહીજનોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે, તમારા સૌની પ્રાર્થના અને શુભેચ્છાઓની શક્તિ જ મને ઝડપથી સ્વસ્થ કરી શકી છે. ફરી એકવાર આપ સૌની સેવામાં કાર્યરત થતા હર્ષની લાગણી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *