મિડલ ઈસ્ટમાં યુદ્ધને લીધે વિદેશના 75માંથી 15 જેટલા ખેલાડી એક્શનમાં જોવા મળશે, ઈનામી રકમ વધારીને 6ણ લાખ અમેરિકન ડૉલર કરવામાં આવી

અમદાવાદ
અમદાવાદની કલ્હાર બ્લૂ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે 12થી 15 માર્ચ દરમિયાન ઓપન ગોલ્ફ ચેમ્પિયનશીપમાં વિશ્વભરના 143 ગોલ્ફર્સ ભાગ લેશે. ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફની સત્તાવાર સંચાલક અને માન્યતા આપતી સંસ્થા પીજીટીઆઈ દ્વારા યોજાનારી સ્પર્ધાના મુખ્ય પ્રાજકો ઈન્ડોરામા વેન્ચર્સ અને ડીપી વર્લ્ડ છે.
ત્રણ લાખ અમિકન ડૉલર (2.76 કરોડ રુપિયા)ના પુરસ્કાર
સ્પર્ધાની બીજી આવૃત્તીમાં ઈનામની રકમ વધારીને ત્રણ લાખ અમેરિકન ડૉલર કરવામાં આવી છે. જેમાં દેશ-વિદેશના કુલ 143 જેટલા ખેલાડી એક્શનમાં જોવા મળશે.
સ્ટ્રોક-પ્લેફોર્મેટમાં ટુર્નામેન્ટ રમાશે
ટુર્નામેન્ટસ્ટ્રોક-પ્લેફોર્મેટમાં રમાશે જેમાં ચાર રાઉન્ડ રહેશે અને દરેક રાઉન્ડમાં 18 હોલ રમાશે. બે રાઉન્ડ બાદ ટોપ 60 ખેલાડીઓ અને ટાઈ થયેલા ખેલાડીઓ આગળના રાઉન્ડ માટે ટકરાશે. કોર્સનો પાર 72 છે.
યુવરાજ સંધુ, વીર અહલાવત સહિતના ટોચના ખેલાડીઓ ભાગ લેશે
ટુર્નામેન્ટમાં ભારતના અગ્રણી ગોલ્ફરોમાં યુવરાજસંધુ (2025 DP World PGTI ઓર્ડર ઓફ મેરિટ ચેમ્પિયન), વીર અહલાવત, ઓમપ્રકાશ ચૌહાણ, મનુ ગંડાસ, અજિતેશ સંધુ, શૌર્યભટ્ટાચાર્ય, હની બૈસોયા અને અંગદ ચીમા જેવા ખેલાડીઓ ભાગ લેશે.
10થી વધુ વિદેશી ખેલાડીઓ
વિદેશી ખેલાડીઓમાં ઝેરેડહેક (અમેરિકા), મથિયાસશ્વાબ (ઓસ્ટ્રિયા), ક્લેમેન્ટસોર્ડે (ફ્રાંસ), જોશુ આગ્રેનવિલ-વુડ (યુએઈ), મેક્સેન્સગિ બોડોટ (ફ્રાંસ), ક્રિસ્ટો ફબ્લેયર (ઓસ્ટ્રિયા), બાસ્ટિયન અમાત (ફ્રાંસ), ટાઈગર ક્રિસ્ટેન્સન (જર્મની), વિન્સવા નવીન (નેધરલેન્ડ્સ), પિયેર પિનેઓ (ફ્રાંસ), ક્રિસ્ટોફર રહ્મ (સ્વીડન) અને પેરલૅન્ગ ફોર્સ (સ્વીડન) જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
સ્થાનિક ગોલફર્સ આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદના સ્થાનિક ગોલ્ફરોમાં અંશુલ પટેલ, કૃશ પટેલ અને આદિત્ય રાજકુમાર ચૌહાણ પણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફ ઇકોસિસ્ટમ મજબૂત બનશેઃ જોહલ
આવી ટુર્નામેન્ટો ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ખેલાડીઓને વધુ સ્પર્ધાત્મક તક તથા આંતરરાષ્ટ્રીય ઓળખ આપે છે,એમ PGTIના CEO અમનદીપ જોહલે જણાવ્યું હતું.
