સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર

Spread the love

15 સપ્ટેમ્બરથી પ્રોજેક્શન મેપિંગ સાંજે 7:30 અને નર્મદા મહાઆરતી સાંજે 6:45 કલાકે યોજાશે

કેવડિયા:

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રોજેક્શન મેપિંગ (લેસર શો) તેમજ નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા 15 સપ્ટેમ્બર, 2026થી બંને કાર્યક્રમોના નવા સમય અમલમાં મૂકવામાં આવશે.

લેસર શોનો સમય 7:30 કલાકે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ સાંજે યોજાતો પ્રોજેક્શન મેપિંગ (લેસર શો) હાલમાં સાંજે 7:45 કલાકે દર્શાવવામાં આવે છે. હવે 15 સપ્ટેમ્બરથી આ શોનો સમય બદલીને સાંજે 7:30 કલાકનો કરવામાં આવ્યો છે. દિવસ ક્રમશઃ ટૂંકો થઈ રહ્યો હોવાથી સાંજે 7:30 કલાકે પ્રોજેક્શન મેપિંગ યોજવા માટેનો સમય વધુ અનુકૂળ રહેતો હોવાનું સત્તાવાળાઓ દ્વારા જણાવાયું છે.

નર્મદા મહાઆરતી હવે 6:45 કલાકે

તે જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાતી નર્મદા મહાઆરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે. અગાઉ સાંજે 7:00 કલાકે યોજાતી નર્મદા મહાઆરતી હવે સાંજે 6:45 કલાકે યોજાશે. આ ફેરફાર પણ 15 સપ્ટેમ્બર, 2026થી અમલમાં આવશે.

પ્રવાસીઓએ નવા સમયની ખાસ નોંધ લેવી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓ બંને આકર્ષણોનો સરળતાથી લાભ લઈ શકે અને કાર્યક્રમોનો સમય અનુકૂળ રહે તે હેતુથી આ સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ પ્રવાસીઓને નવા સમયની ખાસ નોંધ લેવા અને તે મુજબ પોતાના પ્રવાસનું આયોજન કરવા અનુરોધ કર્યો છે.

નવા સમય મુજબ:

  • નર્મદા મહાઆરતી: સાંજે 6:45 કલાકે
  • પ્રોજેક્શન મેપિંગ (લેસર શો): સાંજે 7:30 કલાકે
  • અમલની તારીખ: 15 સપ્ટેમ્બર, 2026થી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *