ગાંધીધામ

અહીના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે પ્રતિષ્ઠિત યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2025 નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
બોયઝ અંડર-15 (U-15) ટીમ સ્પર્ધાની આજથી શરૂઆત થઈ હતી જેમાં ભારતના જુદા જુદા રાજ્ય ની 32 ટીમો ખિતાબ જીતવા માટે સ્પર્ધા કરશે. ટીમ ઈવેન્ટની સાથે જ યૂથ બોયઝ અંડર-11 અને અંડર-15 કેટેગરીની મેચો પણ સમાંતર ચાલુ થઈ હતી.
5,11,200/- રૂપિયાની કુલ ઇનામી રકમ ધરાવતી અને આઠ દિવસની આ નેશનલ ટુર્નામેન્ટનું આયોજન ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન (કેડીટીટીએ)ના સંયુક્ત ઉપક્રમે થયું છે જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઈ) અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) નો સહકાર મળી રહ્યો છે.
વધુમાં 13 વર્ષના લાંબા ગાળા બાદ ગાંધીધામમાં નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે. છેલ્લે 2013માં અહીં ઇવેન્ટ યોજાઈ હતી. કેડીટીટીએ દેશનું એવું એક માત્ર એસોસિયેશન છે જેની પાસે પોતાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ છે.
મુખ્ય મહેમાન ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, આઈએએસ દ્વારા આ ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે જીએસટીટીએના ચિફ પેટ્રન વિપુલ મિત્રા, આઈએએસ એ વિશેષ હાજરી આપી હતી. આ ઉપરાંત અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ના નિષાદ શાહ, ટી. વી. સુઝાન, અધ્યક્ષ, એસીટી ગ્રુપ, જીતેન્દ્ર સિંઘવી અને મૃદુલ સિંઘવી, ડિરેક્ટર, ફ્રેન્ડ્સ ગ્રુપ, અજય નાયર, ડિરેક્ટર, વિનએશિયા ગ્રુપ, ભૂપેન્દ્રસિંહ જાડેજા, ડિરેક્ટર, બાપુસ ગ્રુપ ઓફ કંપનીઝ, તેજા કાનગડ, પ્રમુખ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ, મહેશ તીર્થાણી, સેક્રેટરી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ, અનિલ ચંદનાની, ડાયરેક્ટર, વ્રુધિ એન્ટરપ્રાઇઝ લિ., ભરત રાજાણી ડાયરેક્ટર આર.ટી. પેવર, રણજીત સિંહ, ડિરેક્ટર, એસીએલ ઇન્ડિયા પી. એલ., ઉમેશ નેનવાણી ડાયરેક્ટર, વંશ મેરીટાઇમ પ્રા. લિ., જટા શંકર શાહી ડિરેક્ટર, જી.એસ. ઇન્ફ્રા. પ્રા. લિ., લલિત નાથાણી ડાયરેક્ટર, પ્રાચી ગ્રુપ, અભિનવ અભિષેક ડિરેક્ટર, અંકિતા ગ્રુપ, સુરેશ કે. શર્મા, ડિરેક્ટર, ઇસ્ટ વેસ્ટ રોડલાઇન્સ પ્રા. લિ., એન. ગણેશન, કોમ્પિટિશન મેનેજર, કુશલ એચ. સંગતાણી, કાર્યકારી પ્રમુખ, જીએસટીટીએ, તુલસી સુઝાન, આયોજન અધ્યક્ષ, હરિ પિલ્લઈ, સેક્રેટરી જીએસટીટીએ અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી, મનીષ હિંગોરાણી, સેક્રેટરી કેડીટીટીએ અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તેમજ સંસ્થાના સ્થાપક સદસ્યો, કાર્યકારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓના પરિવારજનો હાજર રહ્યા હતા.
