અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026 ના મેચ SAG હીમતનગર ખાતે રમાઈ રહેલી સ્પર્ધામાં 21.3.26 ના રોજ રમાયેલ મેચ માં એસએજી એફએ (આરટી) એ ત્રીશા ના 2 ગોલ અને સાંજના ના 1 ગોલની મદદથી એઆરએ એફ સી ને 2-0 થી, એસએજી એફએ એ રક્ષા ના 4 ગોલ ની મદદથી, એસએજી એસએજી એફએ વડનગર ને 8-0 થી મહાત આપી હતી.
22.3.26 ના રોજ રમાયેલ મેચમા કહાની એફસીએ માયા રબારીના 2 ગોલ અને સંજના ના 1 ગોલ ની મદદથ થી એઆરએ એફસી ને 3-0 થી, અને બીજી મેચમાં એસએજી એફએ (આરટી) એ કહાની ને 2-0 થી મહાત આપી હતી.
આ લીગ ટુર્નામેન્ટ નું મહત્વ એટલા માટે છે કે આ લીગ માં ચેમ્પિયન ટીમ ને ઇંડિયન વુમન્સ લીગ માં ગુજરાત સ્ટેટ તરફથી પ્રતિનિધિત્વ કરવા મળશે.
ગુજરાત ની 6 ટીમે આ લીગ માં ભાગ લઈ રહી છે. કહાની એફસી, એસએજી
એફએ વડનગર, એઆરએ એફસી , એસએજી એફએ, ડોજર્સ એફસી બરોડા અને એસએજી એફએ (આરટી).
