યુસીસી દ્વારા ગ્રાસરૂટ પ્લેયર્સ ડેવલપમેન્ટ મેચ સિરીઝ ટ્રાયલ્સ યોજાયા

Spread the love

અમદાવાદ

યુનિકોર્ન ક્રિકેટ ક્લબ (UCC) દ્વારા તાજેતરમાં અમદાવાદ સ્થિત UCC ગ્રાઉન્ડ પર ગ્રાસરૂટ પ્લેયર્સ ડેવલપમેન્ટ મેચ સિરીઝ ટ્રાયલ્સ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુવા ક્રિકેટરો મોટી સંખ્યામાં ભાગ લઇ પોતાની પ્રતિભા અને રમત પ્રત્યેનો જુસ્સો રજૂ કર્યો. આ ટ્રાયલ્સનું આયોજન પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોને ઓળખવા અને તેમને સંરચિત મેચ એક્સ્પોઝર અને માર્ગદર્શન દ્વારા વિકાસની તક આપવા માટે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરત દુધિયા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ (CBCA) ના સેક્રેટરી, ઇન્ડિયા A ચેલેન્જર ટ્રોફી અને ટ્રાયએન્ગ્યુલર સિરીઝમાં પ્રતિનિધિત્વ કરનારા વંશ આચાર્ય અને ક્રિકહિરોસના સ્થાપક અભિષેક દેસાઈએ આ પ્રસંગે ઉપસ્થિતિ રહી સંસ્થાની આ પહેલને બિરદાવતાં ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ટ્રાયલ્સ સફળતાપૂર્વક પૂર્ણ થયા અને કોચિંગ સ્ટાફ દ્વારા ખેલાડીઓના પ્રદર્શનનું ધ્યાનપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું. પસંદ થયેલા ખેલાડીઓની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે, જેમને આગામી ગ્રાસરૂટ પ્લેયર્સ ડેવલપમેન્ટ મેચ સિરીઝમાં રમવાની તક મળશે અને સ્પર્ધાત્મક મેચનો અનુભવ મળશે. આ પહેલના પ્રણેતા કોચ ડૉ. હસમુખ ગોઠી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *