અમદાવાદ

અમદાવાદની એસ એકેડમી પર રમાઈ રહેલી જેકો એસ એઆઈટીએ મહિલા સિંગલ્સમાં ભારતીયાના બાબુ રેડ્ડીનો લક્ષ્મી ગોવડા સામે 6-1,6-1થી આસાન વિજય થયો હતો. મંગળવારે રમાયેલી અન્ય મેચોમાં આનંદિતા ઉપાધ્યાયે દેવાંશી સંકેત ગોહિલને 6-3,6-1થી, રિયા સચદેવે સંજના શીરીમાલાને 3-6,602, 6-2થી, તેજસ્વી દેવાસે એન્જલ નિતાલ પટેલને 7-5, 6-1થી, શીલી પ્રશંતકુમાર ઠક્કરે ભૂમિકા દહિયાને 6-3, 6-2થી, દિવ્યા ભારદ્વાજે દિવ્યા શર્માને 6-2, 7-6 (7-4)થી, ઓમના યાદવ દાવુનબોનિયાએ નિરાલી બહાદૂર પડાનિયાને 6-2, 5-7, 6-4થી અને ચેવિકા રેડ્ડીએ જાનવી અશ્વા સામે 6-4 રિટાયર્ડથી પરાજય આપ્યો હતો.
