ગુજરાતની યુવા ખેલાડી શૈલી ઠક્કર આઇટીએફ ટેનિસની સેમિફાઇનલમાં

Spread the love

અમદાવાદ

ગુજરાતની બે યુવા ખેલાડીઓ વચ્ચે રમાયેલી રોમાંચક મુકાબલામાં શૈલી ઠક્કરે પોતાના જ રાજ્યની દિવ્યા ભારદ્વાજને હરાવીને એસ ટેનિસ એકેડેમી ખાતે રમાતી આઇટા વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ગુજરાતની નવ સહિત ભારતના વિવિધ રાજ્યોની 46 ખેલાડીઓએ 2.5 લાખ રૃપિયાની પ્રાઇઝ મની ધરાવતી આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. પાવરફુલ સર્વિસ અને આક્રમક બેઝલાઇન રમતનું પ્રદર્શન કરીને શૈલીએ દિવ્યાને 84 મિનિટની રોમાંચકતા બાદ 6-3 7-6 (4)થી પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અન્ય ક્વાર્ટર ફાઇનલમાં રિયા સચદેવાએ 43 મિનિટમાં 6-2 6-0થી, ટોચની ક્રમાંકિત તેજસ્વી ડાબાસે કોઇ પણ મુશ્કેલી વિના ભારતીયાના રેડ્ડી સામે 6-2, 6-4થી તથા બીજી ક્રમાંકિત ચેવીકા રેડ્ડીએ ઓમના યાદવ સામે 6-1, 6-4થી હરાવીને અંતિમ-4માં પ્રવેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *