અમદાવાદ
ચંદીગઢ ખાતે યોજાયેલી 10મી નેશનલ ડેફ સબ-જુનિયર અને જુનિયર તથા 27મી નેશનલ ડેફ સિનિયર ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ ત્રણ સિલ્વર તથા ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવીને શાનદાર દેખાવ કર્યો હતો. સિનિયર સિંગલ્સ ગર્લ્સમાં શાઇની ગોમ્સે બ્રોન્ઝ, સિનિયર સિંગલ્સ બોયઝમાં જિત પંડ્યાએ સિલ્વર તથા અંશ પટેલે બ્રોન્ઝ, સિનિયર ડબલ્સ બોયઝમાં જિત પંડ્યા અને અંશ પટેલે સિલ્વર, મિક્સ ડબલ્સમાં શાઇની અને અંશ પટેલે સિલ્વર અને ટીમ ઇવેન્ટમાં ગુજરાતે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
