પાકિસ્તાનની વોલિબોલ ટીમ જૂનમાં એશિયન ટૂર્નામેન્ટમાં ભાગ લેવા અમદાવાદ આવશે

Spread the love

અમદાવાદમાં નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 20થી 28 જૂન દરમિયાન ‘AVC મેન્સ કપ 2026’માં એશિયાની 12 ટીમો ભાગ લેશે

અમદાવાદ

2036ની ઓલિમ્પિકની યજમાની પર નજર ધરાવતા અમદાવાદમાં વધુ એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જૂન મહિનામાં યોજાશે. આ સ્પર્ધામાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 12 રાષ્ટ્રોની આ સ્પર્ધામાં પાકિસ્તાનની ટીમ પણ ભાગ લેવાની છે અને પાકિસ્તાની ટીમ તરફથી સ્પર્ધામાં ભાગ લેવા અંગેનું સમર્થન પણ પ્રાપ્ત થયું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) દ્વારા આગામી 20 જૂનથી 28 જૂન 2026 દરમિયાન અમદાવાદમાં ‘એવીસી મેન્સ કપ 2026’ (એશિયન વોલીબોલ કોન્ફેડરેશન કપ)નું યોજાશે. આ ટૂર્નામેન્ટની પૂર્વતૈયારીના ભાગરૂપે શુક્રવારે શહેરમાં ‘ડ્રોઇંગ ઓફ લોટ્સ’ (ટીમોના ડ્રો)  યોજાયા હતા જેમાં ભારત અને પાકિસ્તાન જુદા જુદા ગ્રુપમાં આવ્યા હતા.

પાકિસ્તાનની ટીમ સ્પર્ધામાં ભાગ લેશેઃ એવીસી અધ્યક્ષ

એવીસીના અધ્યક્ષ રેમોન સુઝારાએ ભારત-પાકિસ્તાનના તંગ સબંધોને લઈને પાકિસ્તાનની ટીમ સ્પર્ધામાં ભાગ લેવા આવશે કે કેમ એ અંગે પત્રકારોને  જણાવ્યું હતું કે, પાકિસ્તાની ટીમ સ્પર્ધામાં ભાગ લેવાને સમર્થન આપી દીધું છે. અને તમામ 12 ટીમ અમદાવાદ આવશે અને સમય અને તક મળશે તો આ શહેરની જોવાલાયક સ્થળોને મુલાકાત પણ લઈ શકે છે.

પાકિસ્તાનની વોલિબોલ ટીમ મજબૂત છે

પાકિસ્તાનની ટીમ એશિયાની મજબૂત ટીમોમાંની એક છે. રેન્કિંગમાં તે ભારતથી ખૂબજ આગળ છે તથા ગત વખતની એવીસીની સિલ્વર મેડલ (રનર્સ અપ) વિજેતા ટીમ છે. પાકિસ્તાનનું રેન્કિંગ 44 છે જ્યારે ભારત રેન્કિંગમાં 51માં ક્રમે છે.

સ્પર્ધામાં કુલ 38 મેચો રમાશે

‘ડ્રોઇંગ ઓફ લોટ્સ’માં ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી ટીમોના પૂલ (ગ્રુપ) અને તેમની મેચોનો સંપૂર્ણ કાર્યક્રમ અને માળખું નક્કી કરવામાં આવ્યું. સ્પર્ધામાં છ-છ ટીમોના બે ગ્રુપ રખાયા છે. પ્રારંભિક 30 મેચો બાદ સેમિફાઈનલ અને ફાઈનલ સહિત કુલ 38 મેચો ટૂર્નામેન્ટમાં રમાશે. તમામ મેચો અમદાવાદના નારણપુરાના ‘વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’માં રમાશે.

ભારત-પાકિસ્તાન જુદા-જુદા ગ્રુપમાં

આ ઇવેન્ટ એશિયન વોલીબોલ કોન્ફેડરેશનના 2026ના આંતરરાષ્ટ્રીય કેલેન્ડરની એક મુખ્ય અને મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે. તેમાં એશિયા ખંડના ટોચના દેશો વચ્ચે હાઈ-વોલ્ટેજ અને રોમાંચક મુકાબલાઓ જોવા મળશે.

ટૂર્નામેન્ટમાં ગ્રુપએમાં યજમાન ભારત, ઓસ્ટ્રેલિયા, બહેરીન, ચાઇનીઝ તાઇપેઇ, કઝાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ.

ગ્રુપ બીઃ  કતાર, કોરિયા, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ઓમાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *