અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી માટે સંક્લ્પ પત્ર-2026નું વિમોચન મહાનગર કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું
અમદાવાદ
સંપુર્ણ સ્લમ મુક્ત અમદાવાદ શહેર બનાવવાનો નિર્ધાર આ સંક્લ્પ પત્રમાં કરવામાં આવ્યો છે, તેના અંતર્ગત 50 હજાર જેટલા રહેણાંક મકાનો બનાવવામાં આવશે, એમ મંત્રી અને મહાનગરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી -2026ના સંક્લ્પ પત્રનું વિમોચન કરવામાં દરમિયાન જણાવ્યું હતું.
ગત સંકલ્પ પત્રના 96 ટકા પૂર્ણ કર્યાનો દાવો
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, ભાજપના ઉમેદવારો વિકાસના ઇતિહાસ તેમજ વિકાસ પથ પર અગ્રેસર ગુજરાતની બાબતો સાથે સૌ મતદારો પાસે વધુમાં વધુ મતદાનની અપીલ કરી રહ્યા છે. ગત સંક્લ્પ પત્રના અંતર્ગત 96 ટકા જેટલા સંક્લ્પો પરિપુર્ણ કરીને અમારા ઉમેદવારો પ્રજાજનો સમક્ષ પોતાનો રિપોર્ટ કાર્ડ લઇને આશિર્વાદ લેવા જઇ રહ્યા છે. આ સંક્લ્પ પત્રમાં રિવરફ્રન્ટ અંતર્ગત થનાર આગળનુ આયોજન વોટર પ્રોજેક્ટ, વોટર સપ્યાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુએજ અને સ્ટ્રોમ વોટર પ્લાનિંગ શહેરના તમામ ઝોનમાં ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર નેટવર્કના રિહેબિલિટેશનનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. ફાયર સેફ્ટી પ્લાન અંતર્ગત અમદાવાદને કેવી રીતે વધુ સુરક્ષિત બનાવી શકાય તે અંગેનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. સિનિયર સિટિઝન માટે આરોગ્ય સેવા, આરોગ્ય સંસ્થાનોનુ અપગ્રેડેશન અને નવી સંસ્થાઓની સ્થાપના કેન્સરની સારવાર માટે અદ્યતન સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો નિર્ધાર આ સંક્લ્પ પત્રમાં રજુ કરવામાં આવ્યો છે.
AI આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ વિકસાવાશે
સમગ્ર શહેરમાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ વિકસાવીને ટ્રાફિક સોલ્યુશનના તમામ પગલા લેવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને વધુ સુદ્રઢ બનાવવા માટેના જરુરી પગલાઓ લેવામાં આવશે.
સંકલ્પ પત્રનાં મુખ્ય મુદ્દા
સંપુર્ણ સ્લમ મુક્ત અમદાવાદ શહેર માટે 50 હજાર જેટલા રહેણાંક મકાનો બનાવવામાં આવશે.
રિન્યુએબલ એનર્જીના 100 ટકા લક્ષ્યાંકને પરિપુર્ણ કરવા વોટર બોડી પર સોલર એનર્જી પ્રોજેક્ટ મુકવામાં આવશે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે 17 જેટલા ઓવર બ્રિજ અને 3 અંડરપાસનુ નિર્માણ હાથ ધરવામાં આવશે.
કોમન વેલ્થ ગેમ-2030ની યજમાની માટે અમદાવાદ તૈયાર છે ત્યારે પ્રત્યેક ઝોનમાં મિની સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તેમજ રમત-ગમતના મેદાન બનાશે.
અમદાવાદના ગ્રીન કવરને 18 ટકા સુધી લઇ જવા માટે આયોજન હાથ ધરવામાં આવશે.
શહેરમાંથી પસાર થતી રેલવે લાઇનના બન્ને બાજુ અર્બન પ્લાન્ટેશન હાથ ધરવામાં આવશે.
નાના હસ્ત કલાના હેન્ડિક્રેફ્ટ અને પરંપરાગત ઉત્પાદનોના ઉત્પાદકો માટે મહાનગરના પુર્વ વિસ્તારમાં અમદાવાદ હાટ બનાવાશે.
સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનુ આયોજન કરાશે.
ઇ-ગવર્નન્સ અને જીઓ ટેગિંગ સિસ્ટમને વધુ અસરકારક બનાવવામાં આવશે.
પિરાણાની ડમ્પ સાઇટને નેસ્ત-નાબુદ કરી તે જગ્યા પર સુંદર ગાર્ડન ડેવલોપ કરવામાં કરાશે.
નવા પાંચ RTS અને 2000 હજાર મેટ્રિક ટન જેટલા કચરાને આધુનિક પધ્ધિતિથી નિકાલ કરાશે.
કિચન વેસ્ટથી સી.એન.જી. ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના.
હયાત તળાવોના શુધ્ધિકરણ માટે સ્માર્ટ એરેટર અને ફાઉન્ટેન ડેવલોપમેન્ટનુ આયોજન.
જગન્નાથ મંદિરને રથયાત્રા રુટને હેરિટેઝ વોક તરીકે ડેવલોપ કરાશે.
હેરિટેઝ ગેટ તથા આસપાસના વિસ્તારોમાં બ્યુટિફિકેશન અને આધુનિક લાઇટીંગથી સજાવવામાં આવશે.
મહાનગરમાં સમાવિષ્ટ તમામ શાળાઓને સ્માર્ટ સ્કુલ બનાવવાની કામગીરી હાથ ધરાશે.
અંગ્રેજી માધ્યમની નવી શાળાઓ શરુ કરવાની યોજના.
સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે ગરીબ તેમજ મધ્યમ વર્ગને ઓછા ખર્ચે વધુ સુવિધા મળી રહે તેવા પાર્ટી પ્લોટોનુ નિર્માણ કરવામાં આવશે.
માતા, બહેનો માટે સર્વાઇકલ કેન્સર અને ઓરલ કેન્સરનુ સ્ક્રિનિંગ હાથ ધરીને સમયસર તેનો ઇલાજ થાય તે માટે આરોગ્ય લક્ષી સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે.
BRTSમાં મહિલાઓ માટે પિંક બસની વ્યવસ્થા કરવામાં આવશે.
મહાનગરના દરેક વોર્ડમાં પિંક ટોઇલેટની વ્યવસ્થા કરવામાં આવશે
આગામી પાંચ વર્ષમાં દરેક વોર્ડમાં મહિલા જીમ બનાવવામાં આવશે.
કોર્પોરેશનની તમામ ભરતીમાં 33 ટકા મહિલા અનામતની જોગવાઇ કરવામાં આવશે.
શહેરના સિનિયર સીટિઝનોને વિના મુલ્ય અમદાવાદ દર્શન કરાવવાની યોજના.
સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે મહાનગરના અધ્યક્ષ પ્રેરક શાહ, મહાનગર ચુંટણી સમિતિના ઇન્ચાર્જ અને પુર્વ ધારાસભ્ય રાકેશ શાહ, પુર્વ મેયર પ્રતિભા જૈન, પુર્વ ડે.મેયર જતિન પટેલ, પુર્વ સ્ટે.કમિટી ચેરમેન દેવાંગ દાણી હાજર રહ્યા હતા.
