મોહમ્મદ સિરાજ, ગ્લેન ફિલિપ્સ અને રાહુલ તેવટિયા અમદાવાદમાં એક ઇવેન્ટમાં હાજર રહ્યા
અમદાવાદ
આઈપીએલ માટે ગુજરાત ટાઈટન્સની ટીમ અમદાવાદમાં છે. 30 એપ્રિલે ટીમનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે તેનો મુકાબલો છે તે પૂર્વ હોમ ગ્રાઉન્ડ પર રમવા આવેલી ટીમના ત્રણ ખેલાડી મંગળવારે એક ઈવેન્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે એન્કર દ્વારા પુછાયેલા કેટલાક પ્રશ્નોના રસપ્રદ જવાબ આપ્યા હતા. જેમાં મોહ્મ્મદ સિરાજે કોઈ બેટર તેને બાઉન્ડ્રી-સિક્સર ફટકારે તો તેને ગુસ્સો જરૂર આવે છે પણ તે તેને નિયંત્રણમાં રાખે છે. ન્યૂઝિલેન્ડના ખેલાડી ગ્લેન ફિલિપ્સ આઈપીએલમાં તેની ફિલ્ડિંગથી છવાઈ ગયો છે ત્યારે તેણે ફિલ્ડિંગમાં તેની એથ્લેટિક્સ સ્કિલ્સમાં રિએક્શન ટાઈમને મહત્વ આપતો હોવાનું કહે છે. બન્ને હાથે બોલિંગ કરી જાણતા રાહુલ તિવેટિયાએ છેલ્લી ઘડીએ બેટિંગમાં તક મળતાં દરેક બોલે સિક્સર ફટકારવાનું વિચારતો હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપના વેન્ચર ગ્રુ સોલાર દ્વારા આયોજિત એક ઈવેન્ટમાં હાજર રહેલા ગુજરાત ટાઈટન્સના ત્રણ ખેલાડીઓએ એન્કર દ્વારા પુછાયેલા પ્રશ્નોના રસપ્રદ ઉત્તર આપ્યા હતા.આઈપીએલમાં ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. આઠ મેચમાં ચાર વિજય અને ચાર પરાજય સાથે ટીમના આઠ પોઈન્ટ છે.
ગુસ્સાને પર્ફોર્મન્સમાં ફેરવવાથી ટીમ માટે રિઝલ્ટ લાવી શકાયઃ સિરાજ
ટાઈટન્સનો પેસ બોલર કહે છે કે કોઈ બેટર તેણે ફેંકેલા બોલને બાઉન્ડ્રી બહાર મોકલે તો તેને ખૂબજ ગુસ્સો આવે છે પરંતુ એ સમયે તે આ બાબતને દરેક બોલર્સ માટે સ્વભાવિક માનીને શાંતી રાખીને તે બોલિંગ કરે છે. ગમે એવા દબાણમાં પરિસ્થિતિ પર નજર રાખીને તે ટીમના વિજય માટે અનુકૂળ બોલિંગ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. બોલર્સને બેટર્સ ફટકારે એ સ્વભાવિક છે પણ ગુસ્સાને પર્ફોર્મન્સમાં ફેરવવાથી ટીમ માટે રિઝલ્ટ લાવી શકાય છે.
એથ્લેટિક સ્કીલ્સમાં રિએક્શન ટાઇમનું ખાસ મહત્વઃ ફિલિપ્સ
ન્યુઝીલેન્ડનાં ગ્લેન ફિલિપ્સે એ તેની ફિલ્ડિંગની શ્રેષ્ઠ સ્કીલ અંગે કહ્યું કે, એથ્લેટિક સ્કીલ્સમાં રિએક્શન ટાઇમને સૌથી ટોચ પર સ્થાન આપું છું અને બોલ શરીરની નજીક આવે કે તરત જ આંખો તેના પર ટકેલી રહે એનું ધ્યાન રાખું છું. ફિલિપ્સે કહ્યું કે કેલ્ક્યુલેટ અને ડાઇવ કરવાની ઇન્સ્ટીન્ક્ટ હોવી જોઈએ. બોડી ફ્લેક્ઝિબિલિટી અને પ્રોએક્ટિવ એપ્રોચ મારી ફિલ્ડિંગ એક્સલન્સનાં બે સ્તંભો છે.
ઈનિંગ્સના છેલ્લા તબક્કે દર બોલે સિક્સરના વિચાર આવેઃ તિવેટિયા
ટાઈટન્સ માટે ફિનિશર તરીકે ટીમમાં સ્થાન મેળવનાર પણ હાલમાં ખાસ કંઈ પ્રદાન ન કરી શકનારા બન્ને હાથે બોલિંગ કરવાની કળા ધરાવનારા રાહુલ તિવેટિયાએ છેલ્લી ઘડીએ ઈનિંગ્સમાં બેટિંગ માટે આવવાનું થાય ત્યારે કેવા વિચાર આવે છે એ અંગે કહ્યું કે અંતિમ ઓવર્સ કે બોલ્સ રમવાના આવે ત્યારે દર બોલે સિક્સર ફટકારવાના જ વિચાર આવે છે.
સોલાર એનર્જી અને ક્રિકેટનો સંગમ: અમદાવાદમાં ભાગીદારીનો પ્રારંભ
ગુજરાત ટાઇટન્સ અને ગ્રુ સોલારની ભાગીદારી માત્ર અમદાવાદ સુધી સિમિત નથી. બંને સંસ્થાઓની સ્થાપના 2022માં થઈ હતી, બંનેનું મુખ્ય મથક અમદાવાદમાં છે, અને બંનેએ પોતપોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર ગતિએ પ્રગતિ કરી છે. ચિરિપાલ ગ્રુપ ક્રિકેટમાં બે લિગનું અમદાવાદમાં આયોજન કરી ચૂકી છે અને હવે તે સ્કોવોશ રમતને પ્રોત્સાહન આપવામાં પર ધ્યાન કેન્દ્રીત કરી રહી હોવાનું ચિરીપાલ ગ્રુપના પ્રમોટર રોનક ચિરીપાલે જણાવ્યું હતું.
