સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયર Formula 1® સિમ રેસિંગ ચેમ્પિયનશિપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

Spread the love

મુંબઈ ફાલ્કન્સે F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026ની ફાઈનલ્સ મુંબઈમાં યોજાશે જેમાં 10000 જેટલા સ્પર્ધકો ભાગ લે એવી શક્યતા, કરોડ રુપિયાના પુરસ્કાર

અમદાવાદ

મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડે (MFRL) સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરને આગામી ચેમ્પિયનશિપ F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026 માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. મુંબઈ ફાલ્કન્સને સત્તાવાર Formula 1®  દ્વારા માન્યતા પ્રાપ્ત સિમ રેસિંગ સ્પર્ધા આયોજિત કરવાનો અધિકાર આપતા કરાર હેઠળ યોજાનારી F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026, દેશભરમાં ઉભરી રહેલી પ્રતિભાઓ માટે રાષ્ટ્રીય સ્તરનું સ્પર્ધાત્મક પ્લેટફોર્મ ઊભું કરશે. સ્પર્ધામાં સમગ્રતઃ એક લાખથી વધુ સ્પર્ધકો બાગ લે એવી શક્યતા છે જ્યારે ફાઈનલ્સ માટે મુંબઈમાં દેશભરમાંથી 10000 સ્પર્ધકો એકત્રિત થશે.

સ્પિડ ડ્રાઈવિંગનો ખૂબજ શોખ છેઃ શ્રેયસ

આ સ્પર્ધા એવી પહેલ છે, જેનો હું બાળપણમાં હિસ્સો બનવા માંગતો હતો અને હવે આ પ્રયાસનો ભાગ બનવાનો મને ગર્વ છે, એમ મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026ના બ્રાન્ડ એમ્બેસેડર શ્રેયસ ઐયરે જણાવ્યું હતું. શ્રેયસે આ રમતમાં પોતે અન્ય પ્રોફેશનલ ખેલાડીઓની સરખામણીમાં ખૂબજ પાછળ હોવાનું જણાવી કહ્યું કે બાળકો અને યુવાનો માટે આ રમત રેસિંગ સ્પોર્ટસમાં આગળ વધવા માટેનું સારું પ્લેટફોર્મ પુરું પાડી શકે છે. રેસિંગની સ્પર્ધા સાથે સંખળવાનું મુખ્ય કારણ એ છે કે મને સ્પિડ ડ્રાઈવિંગનો ખૂબજ શોખ છે. આ નવા પ્રકારની રેસિંગ ગેમ ખૂબજ રોમાંચક બની રહેશે અને રેસિંગમાં આગળ વધવા ઈચછનારાઓને એનાથી ઘણો લાભ થઈ શકે છે.

F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026ની રાષ્ટ્રીય ફાઈનલ મુંબઈમાં યોજાશે

આ ચેમ્પિયનશિપ F1® 25 નામની સત્તાવાર ગેમ પર રમાશે, જે FIA Formula 1® World Championship™ ની ઓફિશિયલ ગેમ છે. તેમાં ગ્લોબલ સિરીઝ જેવી જ સર્કિટ્સ, કમ્પિટિટિવ ફોર્મેટ્સ અને ટીમ લિવરીઝ રહેશે. રજિસ્ટ્રેશન્સ 30 એપ્રિલ, 2026થી MFRL એપ દ્વારા શરૂ થશે, જે પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ રહેશે. ભાગ લેનારાઓ પીસી, પ્લેસ્ટેશન 5 અને એક્સબોક્સ પર સ્પર્ધા કરી શકશે. આવનારા મહિનામાં ઓનલાઈન ક્વોલિફાયર રાઉન્ડ યોજાશે, જે પછી શહેર આધારિત સિમ્યુલેટર રાઉન્ડ થશે અને અંતે નવેમ્બરમાં મુંબઈમાં રાષ્ટ્રીય ફાઇનલ યોજાશે.

એક કરોડનું પહેલું ઈનામ

મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અમિત ગઢોકે જણાવ્યું હતું કે, અમે મુંબઈ ફાલ્કન્સની સ્થાપના એ માન્યતા સાથે કરી હતી કે ભારતમાં વિશ્વ સ્તરની રમતગમત પ્રતિભાઓ છે, પરંતુ તેની સંભાવનાઓ માળખાકીય મર્યાદાઓને કારણે પૂર્ણ રીતે વિકસિત થઈ શકી નથી. Formula 1® સાથે ભાગીદારી કરીને F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026નો પ્રારંભ કરવો આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. અમે જે પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ તે આ ક્ષેત્રમાં ભારત માટે સંપૂર્ણપણે નવું છે. જોકે આ સ્પર્ધાના વિજેતાને એક કરોડનો પુરસ્કાર મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *