એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 31 દેશ ભાગ લેશે

Spread the love

પ્રતિષ્ઠિત સ્પર્ધા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ખાતે યોજાશે જેમાં 200 ખેલાડી, 200 ઓફિશિયલ્સ ભાગ લેશે

એસવીએન, અમદાવાદ

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) ગાંધીનગરમાં 2026 એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 31 દેશનાં 200 જેટલા ખેલાડી ભાગ લેશે. સ્પર્ધાને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 12મેના રોજ ખુલ્લી મુકવામાં આવશે.

ઓલિમ્પિક, વર્લ્ડ, એશિયન મેડલિસ્ટ્સ એક્શનમાં જોવા મળશે

સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓમાં 6 ઓલિમ્પિક ગેમ્સ મેડાલિસ્ટ્સ, 35 વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડાલિસ્ટ, 10 એશિયન ગેમ્સ મેડાલિસ્ટ્સ અને સંખ્યાબંધ કોમનવેલ્થ ગેમ્સ અને કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપ મેડાલિસ્ટ્સ એક્શનમાં જોવા મળશે.

200થી વધુ ટીમ ઓફિશિયલ્સ

સ્પર્ધા અંગે માહિતી આપતા ઈન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું હતું કે એથ્લેટ્સ ઉપરાંત કોચ, સપોર્ટ સ્ટાફ, ડેલિગેટ્સ અને મેનેજર્સ સહિત 200 ટીમ ઓફિશિયલ્સ, 50 ઈન્ટરનેશનલ ટેકનિકલ ઓફિશિયલ્સ, 50 વીઆઈપી મહેમાનો અને મહાનુભાવો પણ આ સ્પર્ધા દરમિયાન આવશે. મહાનુભાવોમાં ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશન (આઈડબલ્યુએફ) અને એશિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશન (એડબલ્યુએફ)ના પ્રમુખ અને જનરલ સેક્રેટરીનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ફેડરેશનની એક્ઝીક્યુટીવ બોર્ડની બેઠક

એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસ પણ 12મેના રોજ અમદાવાદની હોટલ ક્રાઉન પ્લાઝામાં યોજાશે.

ઉદ્ઘાટન સમારોહમાં હર્ષ સંઘવી હાજર રહેશે

12 મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્પર્ધાનું  ઉદ્ઘાટન કરાશે જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના સ્પોટર્સ અને ક્લ્ચરલ એક્ટિવિટીસ મંત્રી ડૉ. જયરામ ગામિત હાજર રહેશે.

કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને બળ મળશે

આ સ્પર્ધાથી 2030માં અમદાવાદમાં યયોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને તો બળ મળશે જ વળી આગામી 2026 ગ્લાસગો કોમનવેલ્થમાં તૈયારી માટે પણ ભારતીય ખેલાડીઓને સારી તક મળશે. આ ઉપરાંત વિશ્વકક્ષાએ વેઈટલિફ્ટિંગમાં કાઢું કાઢવા માગતા યુવાઓને પણ આ સ્પર્ધા પ્રેરણા પુરી પાડશે.

અનેક મહાનુભાવો સ્પર્ધામાં હાજર રહેશે

સ્પર્ધા દરમિયાન મોહમ્મદ હસન જલુદ,પ્રમુખ,આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન અને પ્રથમ એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના ઉપપ્રમુખ, મોહમ્મદ ડબ્બા યુસુફ અલમાના,પ્રમુખ,એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન, મોહમ્મદ અહમદ અલહાર્બી, જનરલ સેક્રેટરી,એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન પણ હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *