કામરેજમાં શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ: કઠોદરમાં ₹4.85 કરોડના ખર્ચે અત્યાધુનિક સરકારી માધ્યમિક શાળા બનશે

Spread the love

મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ નકશાનું નિરીક્ષણ કર્યું; અધિકારીઓને ગુણવત્તાયુક્ત કામગીરી માટે માર્ગદર્શન આપ્યું

કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શિક્ષણના સ્તરને વધુ ઊંચું લાવવાના મક્કમ નિર્ધાર સાથે, કઠોદર ગામે મંજૂર થયેલી નવી સરકારી માધ્યમિક શાળાના નિર્માણ કાર્યને વેગ આપવા માટે મંત્રીશ્રીએ વિશેષ મુલાકાત લીધી હતી.

મજબૂત શૈક્ષણિક માળખું કઠોદર ખાતે રૂ. 4.85 કરોડના

માતબર ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ શાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જે આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થશે.

પ્લાનિંગ પર ખાસ ભાર:

મંત્રીએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં શાળાના બિલ્ડિંગ પ્લાનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વર્ગખંડો, રમતગમતનું મેદાન અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ અંગે મહત્વના સૂચનો આપ્યા હતા.

સંવેદનશીલ નેતૃત્વની પ્રતીતિ:

મંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ઉત્તમ અને સસ્તું શિક્ષણ મળે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. તેમની આ સક્રિયતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર પદ પર નથી, પણ જનતાની સેવા માટે મેદાનમાં પણ છે.

*અધિકારીઓને માર્ગદર્શન

આ મુલાકાત દરમિયાન શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મંત્રીએ કામગીરી સમય મર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી.શિક્ષિત સમાજ જ પ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. કામરેજના યુવાધનને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અમે કટિબદ્ધ છીએ. પ્રફુલ પાનસેરીયા (આરોગ્ય મંત્રી, ગુજરાત રાજ્ય) વિકાસની ગતિ, શિક્ષણની શક્તિ – કામરેજ હવે બનશે મોડેલ શિક્ષણ હબ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *