પાલનપુર-દિયોદરમાંથી અંદાજે ૧૪૪૪ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

Spread the love

ગાંધીનગર

રાજ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે આરોગ્ય વિભાગ અને ખોરાક સુરક્ષા વિભાગ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાલનપુર અને દિયોદર વિસ્તારના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર ચેતના ગુર્જર, એમ. એન. ગુર્જર તથા એસ. એમ. પટેલ દ્વારા શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લેવાયો હતો
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ તત્વને બક્ષવામાં આવશે નહીં.
શંકાસ્પદ ઘીનો જપ્ત કરાયેલો જથ્થો

  • પાલનપુર વિસ્તારમાંથી આશરે ૪૪૮ કિલો ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
  • દિયોદર વિસ્તારમાંથી અંદાજે ૪૪૬ કિલો ઘી મળી આવ્યું હતું.
  • અન્ય એક સ્થળેથી આશરે ૫૫૧ કિલો જેટલો ઘીનો જથ્થો ઝડપાયો હતો.
    આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે ૧૪૪૪ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. ૮,૨૮,૪૯૦ /- થી વધુ હોવાનું સામે આવ્યું છે.
    સમગ્ર મામલે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ-૨૦૦૬ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર લોકો સુધી શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહીઓ વધુ સઘન બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *