ગુજરાતના ચાર વિકેટે 229 રનની સામે ચેન્નાઈની ઈનિંગ્સ માત્ર 140 રનમાં સમેટાઈ ગઈ
અમદાવાદ
સુકાની શુભમન ગીલ (64), સાંઈ સુદર્શન (84) અને જોશ બટલર (57)ની શાનદાર અડધી સદીઓ અને બોલર્સની વેધક બોલિંગથી ગુજરાત ટાઈટન્સે તેના હોમ ગ્રાઉન્ડ પર આઈપીએલની લિગની તેની છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રને કારમો પરાજય આપ્યો હતો. ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો જે તેના માટે મોંઘો પુરવાર થયો હતો. ગુજરાતના બેટસમેન્સને શાનદાર બેટિંગ કરતા ચાર વિકેટના ભોગે 229 રનનો જંગી જુમલો ખડક્યો હતો જેની સામે ચેન્નાઈની ઈનિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં સમેટાઈ ગઈ હતી અને તેની 89 રને હાર થઈ હતી. આ સાથે ગુજરાતના નવ વિજય સાથે 18 પોઈન્ટ થયા છે. જ્યારે ચેન્નાઈની આ 14 મેચમાં આઠમી હાર છે. ગુજરાતના 230 રનના પડકારનો પીછો કરતા ચેન્નાઈએ ખરાબ શરૂઆત કરી હતી. તેના ટોચના ચાર બેટર તો પાવર પ્લેમાં જ માત્ર 58 રનના સ્કોર પર પેવેલિયયન ભેગા થઈ ગયા હતા. ફિલ્ડિંગમાં ઈઝા બાદ મેદાન બહાર રહેલો સ્ટાર ઓપનર સંજુ સેમસન મોહમ્મદ સિરાઝના બોલે બટલરના હાથમાં ઝિલાઈ ગયો હતો. તે ખાતું પણ ખોલા
