રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં 29 મેથી 2 જૂન સુધી ચોથી રાષ્ટ્રીય આર્મ-રેસલિંગ અને પેરા આર્મ-રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાશે

Spread the love

27 રાજ્યોના શક્યતઃ 2,000થી વધુ ખેલાડીઓ સ્પર્ધામાં તેમની શક્તિનો પરચો આપશે, ગુજરાતના 105 ખેલાડીનાં રજિસ્ટ્રેશન

અમદાવાદ  

ભારતની રમત સંસ્કૃતિને મજબૂત બનાવવાના તથા યુવાનોમાં શારીરિક તંદુરસ્તી અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) દ્વારા 29 મેથી 2 જૂન 2026 દરમિયાન ગાંધીનગરના લવાડ ખાતેના કેમ્પસમાં ચોથી રાષ્ટ્રીય આર્મ-રેસલિંગ અને પેરા આર્મ-રેસલિંગ ચેમ્પિયનશિપ 2026નું યોજાશે જેમાં દેશના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 2000થી વધુ ખેલાડી ભાગ લે એવી આશા છે. સ્પર્ધાનું આયોજન આર્મ-રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને પીપલ્સ આર્મ-રેસલિંગ ફેડરેશન ઇન્ડિયા (PAFI)ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતના 105 ખેલાડીઓનાં રજિસ્ટ્રેશન થયા

આર્મ-રેસલિંગ એસોસિએશન ઓફ ગુજરાતના જનરલ સેક્રેટરી રાજેન્દ્રસિંહ પરમારે સ્પર્ધા અંગે માહિતા આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશભરમાંથી 780 ખેલાડીઓના નામ રજિસ્ટર થયા છે જેમાં 150 મહિલા અને 80 જેટલા પેરા ખેલાડીઓ છે. ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 105 ખેલાડીઓએ નામ રજિસ્ટર કરાવ્યા છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હજુ ચાલુ છે તથા આ સંખ્યા 2000થી વધુ થાય એવી આશા છે.

40થી વધુ રેફરી

આર્મ-રેસલિંગ એસોસિએશન ઓફ ગુજરાતના ટ્રેઝરર મયંક પટેલના જણાવ્યા અનુસાર આ સ્પર્ધાના આયોજનમાં 40 રેફરી અને 50થી વધુ વહિવટી અધિકારીઓ કાર્યરત રહેશે. સબ-જુનિયર, જુનિયર સિનિયર અને વરિષ્ઠો સહિતની વિવિધ કેટેગરીમાં સ્પર્ધા યોજાશે.

30મી મેએ ઉદ્ઘધાટન સમારોહ

ધર્મેશ પ્રજાપતિએ કહ્યું હતું કે સ્પર્ધાનો ઉદ્ગઘાટન સમારોહ 30મી મેના રોજ યોજાશે જેમાં પીપલ્સ આર્મ-રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાનાં પ્રમુખ પ્રીતિ ઝાંગિયાની અને પ્રો પંજા લીગના માલિક પ્રવીણ દબાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ત્રિસુરની ત્રીજી ચેમ્પિયનશીપમાં 1700 ખેલાડી હતા

કેરળના ત્રિસુર ખાતે યોજાયેલી ત્રીજી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 25 રાજ્યોના આશરે 1,700 ખેલાડીઓએ ભાગ લીધો હતો, આ વખતે 2,000થી વધુ ખેલાડીઓ ભાગ લેવાની આશા છે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાંથી આશરે 350 ખેલાડીઓની ટુકડી આવશે, જ્યારે કેરળમાંથી 289, ઉત્તર પ્રદેશમાંથી 140 અને ગુજરાતમાંથી 105 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.

2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ પર નજર

2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ માટે યજમાન સંસ્થા તરીકે આરઆરયુની તૈયારી અને 2036 ઓલિમ્પિક રમતો માટે અમદાવાદના વિઝનને પણ આ સ્પર્ધાનું આયોજન વધુ મજબૂત બનાવશે એવી આશા આયોજકોએ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *