ટેનિસ, પિકલ બોલ અને સ્ક્વોશના સંયોજન સમાન પેડલ બોલની રોમાંચક રમત માટે ક્લબમાં સુવિધા ઊભી કરાઈ

અમદાવાદ
ટેનિસ, પિકલ બોલ અને સ્કવોશના સોંજન સમાન પેડલ બોલની રમત માટે અમદાવાદની કર્ણાવતી ક્લબમાં અત્યાધુનિક પેડલ બોલ કોર્ટનું નિર્માણ કરાયું છે. 8 વર્ષના બાળકથી લઈને કોઈ પણ વય રમી શકાય એવી આ ગેમ માટે ક્લબ તેના સભ્યો માટે આ પ્રકારની કોર્ટનું નિર્માણ કરનારી રાજ્યન પ્રથમ ક્લબ છે.
કોમનવેલ્થ-ઓલિમ્પિકના આયોજનમાં યોગદાન માટે ક્લબ પ્રતિબદ્ધ
ક્લબના નવી સવલત અંગે માહિતી આપતા કલબના પ્રમુખ ચેતન શાહે કહ્યું હતું કે કલ્બ દ્વારા છેલ્લા 10 વર્ષથી સ્પોટર્સને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે યુવાથી લઈને વયસ્ક સભ્યોને મનોરંજન માટે વધુ એક માધ્યમનો ઉમેરો કરવાના આશય સાથે પેડલ બોલ રમી શકાય એ માટે અમે ક્લબના લોન વિસ્તારમાં જ આ અત્યાધુનિક કોર્ટ ઊભી કરાઈ છે.



રમતના નિયમોમાં ઘણી છૂટછાટ
રમત કઈ રીતે રમાય એ અંગે ક્લબના સેક્રેટરી અજય ઠક્કરે જણાવ્યું હતું કે આ રમતમાં વધુમાં વધુ ચાર જણ રમી શકે છે. એમ તો આમાં સિંગલ્સ પણ રમી શકાય છે. આમાં પોઈન્ટનું માળખું ટેનિસ જેવું જ હોય છે. હાલમાં આ રમતની કોઈ ખાસ સ્પર્ધા યોજાતી નથી પરંતુ નજીકના ભવિષ્યમાં કલબ દ્વારા ઈન્ટર ક્લબ જેવી સ્પર્ધાનું આયોજન કરવાની વિચારણા છે. આ રમતનો કોર્ટ 40 બાય 70 ફૂટનો હોય છે. વળી આ રમતમાં અન્ય રમતોની સરખામણીએ ઘણી છૂટછાટ મળતી હોય છે જેમકે કોર્ટની બહાર કે પછી પાછળના ગ્લાસને અડીને આવતા બોલને રમવાની પણ છૂટ હોય છે. રમત સામાન્ય રીતે એક કલાકની હોય છે પણ તેને અડધો કલાકની ગેમમાં પણ રમી શકાય છે.
ક્લબે પેડલ બોલને લઈને સમયમાં છૂટ આપી
ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ કેતન પટેલે ક્લબમાં સ્પોટર્સની સુવિધાઓમાં કરાતા વધારા અંગે વિગતે સમજાવતા કહ્યું હતું કે કલબના સભ્યો રમત પ્રવૃત્તીઓનો વધુને વધુ લાભ લઈ શકે એ માટે કલબની સમય અવધિમાં પણ વધારો કર્યો છે. 11 વાગ્યા સુધીના સમયને વધારીને રાતના 1થી 2 વાગ્યા સુધીનો કરાયો છે જેથી રમતના પ્રેમીઓ તેનો લાભ લઈ શકે.
બજાર કરતા અડધો ચાર્જ
જોઇન્ટ સેક્રેટરી નિલેશ દેસાઈએ રમતના ચાર્જ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પેડલ બોલ માટે અમદાવાદમાં પાંચથી છ કોર્ટ છે. ખાનગી કોર્ટ્સમાં આ રમત માટે કલાકના 1500ની આસપાસ ચાર ખેલાડી માટે વસૂલવામાં આવતા હોય છે, પરંતુ ક્લબમાં આના માટે કલાકના ચાર જણના 800 જેવો ચાર્જ રખાયો છે.
સિન્થેટિક ટર્ફ અને ગ્રાસ
ક્લબની સ્પોર્ટ્સ કમિટી ચેરમેન જગદીશ પટેલે ક્લબની સ્પોટર્સ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ક્લબ અમદાવાદમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સ યોજાય તેમાં શક્ય તમામ ભૂમિકા ભજવવા તૈયાર છે. આ ઉપરાંત કલબ આ રમતોને અનુલક્ષીને ખેલાડીઓને તૈયારી માટેની તમામ પ્રકારની સહાયતા કરવા પણ પ્રતિબદ્ધ છે. આજદિન સુધી ક્લબે ક્રિકેટર્સ, સ્વિમર્સને ક્લબના જિમ સહિતની સુવિધાઓના ઉપયોગ માટે વખતો વખત કામચલાઉ સભ્યપદ પણ આપ્યું છે.
