જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં 5.4ની તિવ્રતાનો ભૂકંપ

Spread the love

આ વખતે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હતું, સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ આવ્યા નથી


જમ્મુ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેને લીધે લોકો ફફડી ઊઠ્યા હતા. આ વખતે વહેલી સવારે 5.38 વાગ્યાના સુમારે ધરા ધ્રૂજી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.
જૂનથી અત્યાર સુધીની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં જમ્મુ-કાશ્મીરના ડોડામાં જ આવેલો આ 12મો ભૂકંપ હતો. આ વખતે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હતું. સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ આવ્યા નથી. અગાઉ 13 જૂને ડોડામાં જ 5.4ની તીવ્રતાના ભૂકંપને લીધે અનેક ઈમારતો અને મકાનોમાં તિરાડો પડી ગઈ હતી.

Total Visiters :148 Total: 1497741

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *