અનુભવી અને યુવા ખેલાડીઓના સંતુલિત સંયોજન સાથે ભારતનું મજબૂત પ્રતિનિધિત્વ
નવી દિલ્હી,
જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારી 20મી એશિયન ગેમ્સ માટે ભારતીય બેડમિન્ટન ટીમની જાહેરાત કરવામાં આવી છે. બે વખત એશિયન ગેમ્સ પદક વિજેતા PV Sindhu અને 2022 એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી તથા ચિરાગ શેટ્ટી ટીમના મુખ્ય આકર્ષણ રહેશે. ટીમમાં અનુભવી અને યુવા પ્રતિભાઓનું ઉત્તમ સંતુલન જોવા મળે છે.
બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા પસંદ કરાયેલી આ ટીમમાં તાજેતરના પ્રદર્શન અને રેન્કિંગને આધારે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ભારત અત્યાર સુધી એશિયન ગેમ્સમાં 13 મેડલ જીત્યું છે અને 2022 આવૃત્તિ દેશ માટે સૌથી સફળ રહી હતી.
સંપૂર્ણ ટીમ
પુરુષ ટીમ
- લક્ષ્ય સેન
- આયુષ શેટ્ટી
- એચ. એસ. પ્રણોય
- કિદાંબી શ્રીકાંત
- થારૂણ મન્નેપલ્લી
- સાત્વિકસાયરાજ રંકીરેડ્ડી
- ચિરાગ શેટ્ટી
- હરિહરણ આમસાકરુનન
- એમ. આર. અર્જુન
- ધ્રુવ કપિલા
મહિલા ટીમ
- પીવી સિંધુ
- ઉન્નતિ હૂડા
- દેવિકા સિહાગ
- તન્વી શર્મા
- ઇશારાણી બરુઆહ
- ત્રેસા જોલી
- ગાયત્રી ગોપીચંદ પુલ્લેલા
- કવિપ્રિયા સેલ્વમ
- સિમરન સિંઘી
- તનિશા ક્રાસ્ટો
વ્યક્તિગત ઇવેન્ટ માટે ટીમ
પુરુષ સિંગલ્સ (MS)
- લક્ષ્ય સેન
- આયુષ શેટ્ટી
મહિલા સિંગલ્સ (WS)
- પીવી સિંધુ
- ઉન્નતિ હૂડા
પુરુષ ડબલ્સ (MD)
- સાત્વિકસાયરાજ રંકીરેડ્ડી / ચિરાગ શેટ્ટી
- હરિહરણ આમસાકરુનન / એમ. આર. અર્જુન
મહિલા ડબલ્સ (WD)
- ત્રેસા જોલી / ગાયત્રી ગોપીચંદ પુલ્લેલા
- કવિપ્રિયા સેલ્વમ / સિમરન સિંઘી
મિક્સ્ડ ડબલ્સ (XD)
- ધ્રુવ કપિલા / તનિશા ક્રાસ્ટો
ભારતીય બેડમિન્ટન એસોસિએશનના જણાવ્યા મુજબ આ ટીમમાં અનુભવ અને યુવાનીનો સંતુલિત મિશ્રણ છે, જે એશિયન ગેમ્સમાં મજબૂત પડકાર આપવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને સિંધુ, સાત્વિક-ચિરાગ અને લક્ષ્ય સેન પાસેથી ભારતને મેડલની મોટી આશા રહેશે.

