AIFF અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજનમાં 17થી 28 જૂન સુધી સ્પર્ધા
ભાવનગર
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26નો ભવ્ય પ્રારંભ 17 જૂનથી ભાવનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થવા જઈ રહ્યો છે. 28 જૂન સુધી ચાલનારી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશના 13 રાજ્યોની પ્રતિષ્ઠિત ક્લબ ટીમો ભાગ લઈ રહી છે.
13 રાજ્યોની ટીમો વચ્ચે જંગ
ચેમ્પિયનશિપમાં ભાગ લેતી તમામ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ તબક્કા બાદ દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થશે.
ગ્રુપ-A: પોંડા ફૂટબોલર્સ (ગોવા), બિલ્ડ અપ સ્પોર્ટ્સ (મધ્યપ્રદેશ), કોર્બેટ એફસી (ઉત્તરાખંડ)
ગ્રુપ-B: મિનરવા અકેડેમી (પંજાબ), મિલત એફસી (મહારાષ્ટ્ર), પ્રોગ્રેસિવ એસએ (ગુજરાત), ગોલ હન્ટર્સ (દિલ્હી – ડિફેન્ડિંગ ચેમ્પિયન)
ગ્રુપ-C: ત્લંગ્નુયમ એફસી (મિઝોરમ), એફસી બુશહર (હિમાચલ પ્રદેશ), કોરમંડલ એફસી (આંધ્ર પ્રદેશ)
ગ્રુપ-D: ગંગાનગર સિટી એફસી (રાજસ્થાન), યંગ હાર્ટ્સ એફસી (દાદરા નગર હવેલી, દમણ અને દીવ), સાઉથ કોસ્ટલ યુનાઇટેડ એફસી (કર્ણાટક)
