35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી : ગાંધીનગરમાં જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના રોમાંચક મુકાબલા

Spread the love

ક્વાર્ટર ફાઇનલ મેચોનો પ્રારંભ: રાજકોટ, આણંદ, અમદાવાદ, મોરબી, વલસાડ, બરોડા અને ગાંધીનગરની ટીમો મેદાનમાં

ગાંધીનગર

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા ગાંધીનગર ખાતે 35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી – 2026, જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરના 23 જિલ્લાઓની ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. ગૃપ તબક્કાના રોમાંચક મુકાબલાઓ બાદ રાજકોટ, આણંદ, અમદાવાદ, મોરબી, વલસાડ, બરોડા અને ગાંધીનગરની ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે. આ ટુર્નામેન્ટમાંથી જ ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટેના હોનહાર ખેલાડીઓનું સિલેક્શન પણ કરવામાં આવી રહ્યું છે.

25 જુલાઈની મેચોના શાનદાર પરિણામો

ક્વાર્ટર ફાઇનલ પહેલાં રમાયેલી મેચોમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું:

  • પ્રથમ મેચ (મોરબી વિ. દાહોદ): મોરબીની ટીમે દાહોદની ટીમને 9-0થી ભવ્ય માત આપી હતી. મોરબી તરફથી કૃત બોદારે 3 ગોલ, આર્યન કાગથરાએ 2 ગોલ તથા જીસ્નુ શાબડા, ધ્રુવીલ કુમાર, પરમ રાજાની અને વિદિત કારીયાએ 1-1 ગોલ ફટકાર્યા હતા.
  • બીજી મેચ (વલસાડ વિ. બનાસકાંઠા): વલસાડની ટીમે બનાસકાંઠાને 4-1થી હરાવ્યું હતું. વલસાડ માટે વિલક્ષ શાહે 2, પ્રયાણ પારીખ અને સાજન પ્રજાપતિએ 1-1 ગોલ કર્યા હતા, જ્યારે બનાસકાંઠા તરફથી ઇંદ્રવિજયસિંહે 1 ગોલ કર્યો હતો.
  • ત્રીજી મેચ (બરોડા વિ. ભરૂચ): બરોડાની ટીમે ભરૂચ સામે 7-0થી શાનદાર વિજય મેળવ્યો હતો. બરોડા તરફથી દર્શ દેસાઈએ 3 ગોલ અને જોય, આયુષ, વિહાન તથા સબેતસિંહે 1-1 ગોલ નોંધાવ્યા હતા.
  • ચોથી અને આખરી મેચ (ગાંધીનગર વિ. સુરત): ગાંધીનગરની ટીમે સુરતને 8-1થી હરાવ્યું હતું. ગાંધીનગરના ધૈર્ય દોશીએ 3 ગોલ કર્યા હતા, તથા સિંગમયુમ, અનિકેત કુમાર, રોહન થાપા, દેવ અને નિત્ય જૈને 1-1 ગોલ કર્યા હતા. સુરત તરફથી મન્સૂર મહમદે 1 ગોલ કર્યો હતો.

ક્વાર્ટર ફાઇનલ મેચોનું શેડ્યુલ (તારીખ ૨૬.૦૭.૨૦૨૬ થી પ્રારંભ)

આવતીકાલથી ક્વાર્ટર ફાઇનલ મેચોનો પ્રારંભ થઈ રહ્યો છે, જેનું સમયપત્રક નીચે મુજબ છે:

  • પ્રથમ ક્વાર્ટર ફાઇનલ: રાજકોટ ટીમ અને આણંદ ટીમ વચ્ચે.
  • બીજી ક્વાર્ટર ફાઇનલ: અમદાવાદ ટીમ અને મોરબી ટીમ વચ્ચે.
  • ત્રીજી ક્વાર્ટર ફાઇનલ: વલસાડ ટીમ અને બરોડા ટીમ વચ્ચે.
  • ચોથી ક્વાર્ટર ફાઇનલ: ગાંધીનગર ટીમ અને તમામ ગ્રૂપમાંથી બીજા નંબરે શ્રેષ્ઠ પોઈન્ટ્સ ધરાવતી અન્ય ટીમ વચ્ચે મુકાબલો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *