ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા અને ગૌહત્યા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ સાથે કલેક્ટરને સોંપાશે આવેદનપત્ર, ગૌ સંસ્કૃતિ અને સંવર્ધન માટે અનોખી પહેલ
અમદાવાદ
ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં ગૌમાતાનું સ્થાન અનન્ય, અતિ પવિત્ર અને પૂજનીય છે. ગૌવંશ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા, પર્યાવરણીય સંતુલન અને જૈવિક કૃષિ પદ્ધતિનો મુખ્ય આધારસ્તંભ છે. આ પવિત્ર ઉદ્દેશ્ય સાથે ‘ગૌ સમ્માન આહવાન અભિયાન’ – કર્ણાવતી મહાનગર જિલ્લા કાર્યાલય દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા તથા સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌહત્યા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીના અંતે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર તેમજ પાંચ લાખ અમદાવાદ વાસીઓના હસ્તાક્ષરપત્ર સોંપવામાં આવશે.
કાર્યક્રમની વિગતો અને આયોજન
આ અભિયાન અંતર્ગત યોજાનાર કાર્યક્રમની વિગતો નીચે મુજબ છે:
- તારીખ: ૨૭ જુલાઈ ૨૦૨૬
- સમય: સવારે ૧૦:૩૦ કલાકે
- સ્થાન: અમદાવાદ કલેક્ટર કચેરી, અમદાવાદ, ગુજરાત
આ પવિત્ર અને રાષ્ટ્રહિતના મહાન કાર્યમાં દેશના તમામ જાગૃત નાગરિકો, સામાજિક-ધાર્મિક સંગઠનો અને મીડિયા જગતનો સહયોગ અનિવાર્ય છે.
અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યો અને માંગણીઓ
કેન્દ્ર સરકાર અને દેશની તમામ રાજ્ય સરકારોને વિશ્વ, રાષ્ટ્ર અને ભારતીય સંસ્કૃતિના હિતમાં બંધારણના દાયરામાં રહીને અહિંસક રીતે પ્રાર્થના કરવામાં આવી રહી છે કે સમગ્ર ભારતીય દેશી ગૌવંશને વિધિવત સેવા, પૂર્ણ સુરક્ષા અને રાષ્ટ્રીય સન્માન પ્રદાન થાય. આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છે:
- સમગ્ર ભારતમાં ગૌહત્યા પર પૂર્ણત: પ્રતિબંધ લાદવામાં આવે જેથી દેશી ગૌવંશ પૂર્ણત: સુરક્ષિત થઈ શકે.
- ગૌમાતાને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્ર આરાધ્યાનું બંધારણીય પદ પ્રદાન કરી રાષ્ટ્રીય સન્માન આપવામાં આવે.
- ગૌ સેવા હેતુ કેન્દ્રીય કાયદો લાગુ થાય અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના થાય.
- ગોચર બોર્ડની રચના થાય, ચારા સુરક્ષા નીતિ નક્કી થાય, ગૌ આધારિત કૃષિ સુનિશ્ચિત થાય તથા પંચગવ્ય ઉત્પાદનોનું માર્કેટિંગ વધે.
