અમદાવાદમાં રમાયેલી ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ પ્રીમિયર લીગમાં ગુજરાતનો શાનદાર દેખાવ; મેઘાલય ચેલાંગ રનર્સ-અપ, તમિલનાડુ બાઇસન્સ ત્રીજા સ્થાને
અમદાવાદ
ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશન (IBFF) દ્વારા બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (BPA), અમદાવાદના સહયોગથી 23થી 26 જુલાઈ દરમિયાન યોજાયેલી ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ પ્રીમિયર લીગ (IBFPL) સીઝન-2નો રોમાંચક સમાપન થયો. ચાર દિવસ સુધી ચાલેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશની શ્રેષ્ઠ પુરુષ અને મહિલા બ્લાઇન્ડ ફૂટબોલ ટીમોએ જોરદાર ટક્કર આપી હતી. ટુર્નામેન્ટના અંતે ગ્લોરિયસ ગુજરાતે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ચેમ્પિયન બની ડબલ તાજ પોતાના નામે કર્યો.
બીજા દિવસની શરૂઆત તમિલનાડુ બાઇસન્સની જીતથી
બીજા દિવસની પ્રથમ પુરુષ મેચમાં TN Bisonsએ Sixth Sense of Bengalને 2-0થી હરાવ્યું. વિજય પંચાણીએ બંને ગોલ ફટકારી ટીમને જીત અપાવી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા.
મેઘાલયાએ દિલ્હી સામે જીત
બીજી મેચમાં Meghalaya Chalangએ Dangerous Delhiને 2-1થી હરાવ્યું. મેઘાલયા તરફથી ક્લિંગસન અને જ્હોને એક-એક ગોલ કર્યા, જ્યારે દિલ્હી માટે સાહિલે એકમાત્ર ગોલ નોંધાવ્યો. જ્હોનબોરલાંગ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા.
મહિલા વર્ગમાં ગુજરાતનો ગોલવર્ષા સાથે વિજય
મહિલા કેટેગરીની મેચમાં Glorious Gujaratએ Meghalaya Chalangને 5-0થી કારમી હાર આપી. શેફાલીએ એકલા ચાર ગોલ ફટકાર્યા જ્યારે શીતલે એક ગોલ નોંધાવ્યો. શેફાલી પ્લેયર ઓફ ધ મેચ બન્યા.
ગ્લોરિયસ ગુજરાતે TN Bisonsને પણ હરાવ્યું
પુરુષ વર્ગની ચોથી મેચમાં ગ્લોરિયસ ગુજરાતે TN Bisonsને 4-0થી પરાજય આપ્યો. પ્રદીપ અને શિવમે એક-એક ગોલ કર્યા જ્યારે સોવેન્દ્રએ બે ગોલ નોંધાવી પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો.
મેઘાલયનો છ ગોલનો વિસ્ફોટ
દિવસની પાંચમી મેચમાં Meghalaya Chalangએ Sixth Sense of Bengalને 6-0થી હરાવ્યું. ક્લિંગસને ચાર અને જ્હોનબોરલાંગે બે ગોલ નોંધાવ્યા. ક્લિંગસનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.
ગુજરાત-દિલ્હી વચ્ચે ડ્રો
છઠ્ઠી મેચમાં Glorious Gujarat અને Dangerous Delhi વચ્ચે 2-2નો રોમાંચક ડ્રો રહ્યો. ગુજરાત માટે પ્રદીપે બંને ગોલ કર્યા જ્યારે દિલ્હી તરફથી સાહિલે બે ગોલ નોંધાવ્યા.
મહિલા વર્ગની મેચ રહી ગોલવિહોણી
દિવસની અંતિમ મહિલા મેચમાં Meghalaya Chalang અને Sixth Sense of Bengal વચ્ચેની ટક્કર 0-0ના સ્કોર સાથે પૂર્ણ થઈ.
ત્રીજા દિવસે પણ ગુજરાત અને TN Bisonsનો દબદબો
ટુર્નામેન્ટના ત્રીજા દિવસે TN Bisonsએ Dangerous Delhiને 2-0થી હરાવ્યું. મહિલા વર્ગમાં Glorious Gujaratએ Sixth Sense of Bengalને 3-0થી હરાવ્યું. ત્યારબાદ પુરુષ વર્ગમાં પણ ગુજરાતે Sixth Sense of Bengal સામે 4-0ની જીત નોંધાવી.
આગળની મેચમાં TN Bisonsએ Meghalaya Chalangને 1-0થી હરાવ્યું, જ્યારે Dangerous Delhiએ Sixth Sense of Bengalને 4-1થી પરાજય આપ્યો. દિવસની છેલ્લી મેચમાં Meghalaya Chalangએ Glorious Gujaratને 1-0થી હરાવી મહત્વપૂર્ણ જીત મેળવી.
અંતિમ પરિણામ: ગુજરાતે રચ્યો ઇતિહાસ
ચાર દિવસ સુધી ચાલેલી સ્પર્ધાના અંતે Glorious Gujaratએ સમગ્ર ટુર્નામેન્ટમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો.
પુરુષ વર્ગનું અંતિમ સ્ટેન્ડિંગ
- 🥇 પ્રથમ સ્થાન – Glorious Gujarat
- 🥈 દ્વિતીય સ્થાન – Meghalaya Chalang
- 🥉 તૃતીય સ્થાન – Tamil Nadu Bisons
મહિલા વર્ગનું અંતિમ સ્ટેન્ડિંગ
- 🥇 પ્રથમ સ્થાન – Glorious Gujarat
- 🥈 દ્વિતીય સ્થાન – West Bengal (Sixth Sense of Bengal)
બ્લાઇન્ડ ફૂટબોલને નવી દિશા આપતી લીગ
IBFPL સીઝન-2એ માત્ર સ્પર્ધાત્મક ફૂટબોલ જ નહીં પરંતુ દૃષ્ટિબાધિત ખેલાડીઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને રમતગમત પ્રત્યેના સમર્પણને પણ રાષ્ટ્રીય મંચ પર ઉજાગર કર્યું. અમદાવાદમાં યોજાયેલી આ લીગે દેશભરના ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની ઉત્તમ તક આપી અને બ્લાઇન્ડ ફૂટબોલના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થઈ.
